બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / The police arrested a young man who was traveling in a car with MLA's board in Sarkhej of Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમાં મોડી રાતે મેગા ઓપરેશન: MLAનું બોર્ડ લગાવી ફરતાં યુવકોની ખૂલી પોલ, ક્રિશ અને વિશ્વ પટેલની ધરપકડ

Dinesh

Last Updated: 05:00 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન કારમાં આગળ MLA ગુજરાત લખેલી પ્લેટ લગાવીને રોફ જમાવનારા ક્રિશ પટેલ અને વિશ્વ પટેલની પોલીસે ધરપકડ કરી છે.

  • અમદાવાદના સરખેજમાં રોફ જમાવવો યુવકોને ભારે પડ્યો
  • MLAનું બોર્ડ લગાવીને કારમાં ફરતા યુવકને પોલીસે ઝડપી લીધો 
  • તપાસમાં MLAના પુત્ર ન હોવાનો ખુલાસો થતાં કાર્યવાહી કરાઈ


યંગસ્ટર ઠાઠમાઠથી તૈયાર થઇને સમીસાંજે સરખેજ, સિંધુભવન રોડ, એસજી હાઇવે સહિતની જગ્યાઓ પર રોલો મારવા માટે નીકળી પડતાં શહેરની તાસીર અચાનક બદલાઇ જાય છે. બેફામ વાહન ચલાવીને સ્ટંટ કરવા, જોર જોરથી સાઉન્ડ વગાડીને કાર ચલાવવી આજે નબીરાઓના શોખ થઇ ગયા છે. ત્યારે સરખેજમાં રોફ જમાવવો યુવકોને ભારે પડ્યો છે. રોલા મારતા વસ્ત્રાલના બે યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.


 પોલીસને ખોટું બોલ્યો
મોડી રાતે પોલીસ ચેકિંગ કરતી હતી ત્યારે કાર પર એમએલએનું  બોર્ડ લગાવીને ફરતા યુવકને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો હતો સરખેજ પોલીસ મોડી રાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે એમએલએ બોર્ડવાળી એક કાર પુરઝડપે આવી રહી હતી. પોલીસે કારચાલકને રોકીને તેની ધરપકડ કરી લીધી હતી. યુવકનું નામ ક્રિશ પટેલ છે. જેનો કોઇ સંબંધી પણ એમએલએ નથી. ક્રિશની ધરપકડ કરી ત્યારે તેણે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ સંબંધી હોવાનું કહીને પોલીસને ખોટું બોલ્યો હતો. ગ્રૂપમાં સિનસપાટા મારવા માટે ક્રિશે પોતાની કારમાં એમએલએનું બોર્ડ લગાવ્યું હતું. જે સાથે સવાર વિશ્વ પટેલ પણ હતો જેની પણ પોલીસે ધરપકડ કરી છે.  

પોલીસ એક્શન મોડમાં
રોડને પોતાના બાપની જાગીર સમજીને પુરઝડપે જેગુઆર ચલાવીને નવ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં બંધ છે. હવે કોઇ શહેરમાં બીજો કોઇ તથ્ય પટેલ પેદા થાય નહીં અને નબીરાની શાન ઠેકાણે આવે તે માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. મોડી રાતે શહેરના પોશ વિસ્તારો તેમજ વિવિધ વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે. પોલીસ એટલી કડક થઇ ગઇ છે જાહેર રોડ પર જો પુરઝડપે વાહનો લઇને નીકળ્યા તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. 

નસેડીઓ પર તવાઈ 
આખી રાત યંગસ્ટર કાફે, રેસ્ટોરાંમાં ગપાટા મારવા બેસતા હોય છે અને જ્યારે તેઓ નીકળે ત્યારે પુરઝડપે વાહનો હંકારતા હોય છે. તથ્ય પટેલે ઇસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જ્યો ત્યારે તે તેના મિત્રો સાથે કાફેમાંથી આવી રહ્યો હતો જ્યારે તેણે સિંધુભવન રોડ પર થારને કાફેની દીવાલમાં ઘુસાડી દીધી ત્યારે પણ તે ત્યાં જ જતો હતો. કાફેની આડમાં ડ્રગ્સની પાર્ટીઓ ચોરી છુપે થાય છે ત્યારે દારૂ પાર્ટી પણ થતી હોય છે. આવી સ્થિતિમાં યંગસ્ટરોને પોલીસનો ડર રહે તે માટે ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ