બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The people who survived the Morbi disaster said that 15 to 20 anti-social elements tried to damage the bridge

મોરબી દુર્ઘટના / અસામાજિક તત્વો લાતો મારી પુલને ડેમેજ કરી રહ્યા હતા, મોતના મુખમાંથી બહાર આવેલા પીડિતની આપવીતી

Dinesh

Last Updated: 09:48 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી દુર્ઘટનામાં જે લોકો મોતના મુખમાંથી બચીને આવ્યા તેમણે કહ્યું કે, 15થી20 અસમાજિક તત્વો દ્વારા પુલને ડેમેઝ કરવાનો પ્રયત્ન કરાયો હતો

  • દુર્ઘટનામાં મૃત્યુના મુખમાંથી બચીને આવેલાઓનું નિવેદન
  • "પુલને ડેમેઝ કરવાનો પ્રયત્ન કરાયો હતો"
  • "અસમાજિક તત્વો પુલને લાતો મારતા હતા"

 

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ઘણાબધા લોકોના મોત થયા છે. અને અસંખ્ય ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ખરેખર જે લોકો મૃત્યુના મુખમાંથી બચીને બાહર આવ્યા છે. જે તમામ દર્દીઓની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર લઈ રહેલા દર્દીઓ જણાવી રહ્યાં છે કે, જ્યારે અમે ઝૂલતા પુલ પર સવાર હતા ત્યારે 15થી20 અસમાજિક તત્વો દ્વારા પુલને વચ્ચેથી હલાવવાનો પ્રયત્ન કરાતો હતો અને અસમાજિક તત્વો દ્વારા પુલને લાતો મારી ડેમેઝ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હતો. 

પુલને ડેમેઝ કરવાનો પ્રયત્ન કરાયો
મોરબીમાં દુર્ઘટનામાં 141થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.  દુર્ઘટનામાં જે લોકો મોતના મુખમાંથી બચીને આવ્યા છે તેઓ જણાવી રહ્યાં છે કે, અમે પુલ પર સવાર હતા ત્યારે 20થી વધુ લોકો પુલને હલાવતા હતા અને પુલને લાતો મારી ડેમઝ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. 

ગુનેગારોને કડક સજાની અપીલ
લોકોએ જણાવ્યું કે, ભગવાને મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઘણા બઘા લોકોને તો બચાવી લીધા પણ ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટરે લોકોના મોત માટે બરાબર પ્લાન ઘડ્યું હોય તેમ લાગી રહ્યું છે. તેમણે રહ્યું કે, તંત્ર દ્વારા પુલના કોન્ટ્રક્ટરો પર કડક કાર્યવાહી કરાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ