બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / The number of deaths due to Corona in China is high

હાહાકાર / 24 કલાક સળગી રહી છે લાશો, સ્મશાનોની સામે લાઈનો, આ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટથી માતમ

Kishor

Last Updated: 11:26 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કોરોનાને કારણે મૃત્યુનો આંકડો એટલો વધી રહ્યો છે કે સ્મશાન 24 કલાક સળગી રહ્યા છે.

  • કોરોના ફરી નવા રૂપ સાથે દેખા દેતા દહેશત
  • નવો વેરિયન્ટ હાલ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે.
  • ચીનમાં કોરોનાને કારણે મૃત્યુનો આંકડો આસમાને 

માંડ શાંત પડેલ કોરોના ફરી નવા રૂપ સાથે દેખા દેતા દહેશત વધી છે. કોરોનાનો નવો વેરિયન્ટ હાલ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. જેમાં પણ બ્રિટન, ચીન અને અમેરિકામા આ વેરિયન્ટે કાળો કહેર મચાવી દીધો છે. પરિણામે ઘણી મુશ્કેલી અને અવ્યવસ્થા સર્જાઈ રહી છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં કોરોનાને કારણે મૃત્યુનો આંકડો એટલો વધી રહ્યો છે કે સ્મશાન 24 કલાક ચાલે છે. એક આખબારના અહેવાલ અનુસાર  મુજબ આ મૃત્યુ માટે જેએન.1 જવાબદાર છે.

કોરોનાએ ડરાવ્યા: ભારતના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ  સુધી અલર્ટ, માંડવિયાએ કહ્યું સતર્કતા જરૂરી | covid-19 corona active case  mask new ...

જે.એન.1 વેરિયન્ટ વિવિધ દેશોમાં કાળ બન્યો

WHO દ્વારા પોતાના રિપોર્ટમાં જણાવાયા અનુસાર તાજેતરના અઠવાડિયામાં જે.એન.1 વેરિયન્ટ વિવિધ દેશોમાં કાળ બનતા કેસોમાં વધારો  નોંધાઇ રહ્યો છે. આ દરમિયાન ચીનના હેનાન પ્રાંતમાં એક વ્યક્તિએ દાવો કરતા કહ્યું કે સ્મશાન સતત સળગી રહ્યા છે. તેમનું કહેવું છે કે અંતિમ સંસ્કાર ગૃહમાં કુલ આઠ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહ સળગતા રહે છે. 

મૃતદેહોને ફ્રીઝરમાં રાખવા પડે તેવી નોબત

સાથે જ દાવા સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકારી સ્મશાનગૃહો ટૂંકા પડી રહ્યા છે. પરિણામે લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ ન હોવાથી ભયાનક દ્રશ્યો નોંધાઇ છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા ખાનગી સ્મશાનગૃહ પણ ખોલવાની નોબત આવી છે અને સ્મશાનગૃહોની સંખ્યા સતત વધી રહી છે. આટલું જ નહીં, લાશોની અંતિમવિધિમાં પણ લાંબી લાઈનો લાગી રહી છે અને મૃતદેહોને બાળતા પહેલા ફ્રીઝરમાં રાખવા પડે છે. સૂત્રો અનુસર હાલમાં ચીનમાં 118,977 પોઝિટિવ કેસ છે. જેમાંથી 7,557ની હાલત અત્યંત ભયંકર હોવાનું જણાય રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ