બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / The neighbor was having sex with his bedroom window open

બેંગલુરુ / 'દરવાજો ખુલ્લો રાખીને સેક્સ કરે છે', ફરિયાદ પર નવા પરણેલાએ મહિલાને આપી રેપની ધમકી

Priyakant

Last Updated: 08:20 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bengaluru Latest News: પડોશી તેના બેડરૂમની બારી ખુલ્લી રાખીને સેક્સ કરતાં હતા,  44 વર્ષીય ગૃહિણીએ ઠપકો આપ્યો અને પછી.....

Bengaluru News : બેંગલુરુમાં ફ્રન્ટ વિન્ડોમાંથી દેખાતા કથિત અશ્લીલ કૃત્યોથી પરેશાન એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ આખી ઘટના દક્ષિણ બેંગલુરુના ગિરીનગરના અવલાહલ્લીની છે. વાત જાણે એમ છે કે, અહીં એક 44 વર્ષીય ગૃહિણીએ તેના નવા પરિણીત પાડોશી દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેના પડોશી તેના બેડરૂમની બારી ખુલ્લી રાખીને સેક્સ કરે છે. જો કે આ કેસમાં નવો વળાંક પણ સામે આવ્યો છે.

વાસ્તવમાં નવપરિણીત યુગલ જે મકાનમાં રહે છે તેના માલિકની પત્નીએ ઉલટું તેના પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મહિલાનો પરિવાર તેના ભાડૂતોને ઘર ખાલી કરાવવાના ઈરાદાથી બિનજરૂરી લડાઈ કરે છે. બાદમાં બંને પક્ષો ગીરીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કહ્યું કે, તેઓ આ મામલાને આગળ વધારવા માંગતા નથી. પોલીસે તેમને કહ્યું કે,  બંને ફરિયાદો પર FIR નોંધવામાં આવી હોવાથી ફરિયાદીઓએ કોર્ટનો સંપર્ક કરવો પડશે.

એક ખાનગી મીડીયાના અહેવાલ મુજબ 8 માર્ચે ગૃહિણીએ FIR નોંધાવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગઈકાલે રાત્રે લગભગ 10.30 વાગ્યે જ્યારે તેણીએ તેનો મુખ્ય દરવાજો ખોલ્યો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના નવા પરિણીત ભાડુઆત દંપતી સેક્સ માણતા હતા. મહિલાએ કહ્યું, તે ખૂબ જ અસંસ્કારી હતી. મેં તેમને કહ્યું કે બારી બંધ કરો અને તેઓ જે ઈચ્છે તે કરો. પરંતુ તેઓએ મારી વાત ન માની. દંપતીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી.

વધુ વાંચો: મહારાષ્ટ્રમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ, 10 મિનિટમાં બે મોટા આંચકાથી ફફડી ઉઠ્યાં લોકો

આ તરફ જવાબમાં નવપરિણીત ભાડૂતની મકાનમાલિકે 10 માર્ચે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં 'ઓપન સેક્સ' અંગે ફરિયાદ કરનાર મહિલા અને તેના પરિવાર પર તેના ભાડૂતો સાથે જાણીજોઈને ઝઘડો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નવવિવાહિત યુગલ અને તેમના મકાનમાલિક અને ગૃહિણી અને તેમના પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ