બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / The Meteorological Department has predicted unseasonal rain from April 25 to 28

આગાહી / આગામી 4 દિવસ ખેડૂતો માટે અતિ ભારે! ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

Dinesh

Last Updated: 03:33 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: હવામાન વિભાગ દ્વારા 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે

  • રાજ્યમાં ફરી વરસાદની આગાહી
  • 25થી 28 એપ્રિલ વચ્ચે વરસાદની શક્યતા
  • 26 એપ્રિલે અમદાવાદમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગ  દ્વારા 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ 26 એપ્રિલે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી
આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથો સાથ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ, પાંચ દિવસ સુધી રાજ્યના આ વિસ્તારો પર  મેઘરાજા ત્રાટકશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું | Meteorological department  ...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી  છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં  27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે.  આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ગાજવીજ વધારે વરસાદ થશે. કરા પડવાની પણ શક્યતા છે.  2થી 8 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 25 મેથી 10 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે. ઓમાન તરફ ફંટાશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે.

Meteorologist Ambalal Patel also predicted unseasonal rain in Gujarat

26 અને 27 એપ્રિલે ખાબકી શકે છે કમોસમી વરસાદ
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 26  અને 27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફુંકાતા રાજ્યમાં હીટવેવની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે 24 અને 25 એપ્રિલે હીટવેવ રહી શકે છે. જોકે, 26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

હવામાન વિભાગે આપી આ સલાહ
હિટવેવની સ્થિતિમાં 1થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ તેવી સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કરીને શરીર ડિહાઈડ્રેટ ના થાય. તેમજ કમોસમી વરસાદમાં પણ ભારે પવન કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે. ત્યારે તૈયાર પાકને યોગ્ય જગ્યા પર રાખવો જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ