બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / The man had stomach pain for several days, when the operation was performed, more than 100 objects were removed

OMG / યુવકને પેટમાં દુ:ખાતું હતું, ઓપરેશન કર્યું તો અંદરથી નીકળ્યા નટ-બોલ્ટ, સ્ક્રૂ, સેફટી પિન, લોકેટ... ડોક્ટરે કહ્યું મેં જીવનમાં આવો કેસ નથી જોયો

Pravin Joshi

Last Updated: 04:40 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મોગા શહેરમાં 40 વર્ષનો એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરને જણાવ્યું કે તેને થોડા દિવસોથી તાવ અને ઉલ્ટી થઈ રહી છે

  • પંજાબના મોગા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી
  • એક ઓપરેશનમાં વ્યક્તિના પેટમાંથી નિકળી અજીબ વસ્તુઓ
  • માણસને ઘણા દિવસોથી પેટમાં દુખાવો થતો હતો

પંજાબના મોગા શહેરમાં 40 વર્ષનો એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરને જણાવ્યું કે તેને થોડા દિવસોથી તાવ અને ઉલ્ટી થઈ રહી છે. તપાસ માટે જ્યારે એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્રણ કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં વ્યક્તિના પેટમાંથી ઈયરફોન, નટ-બોલ્ટ, સ્ક્રૂ, રાખડી, રોઝરી, સ્ક્રૂ, સેફ્ટી પિન, લોકેટ સહિત 100થી વધુ વસ્તુઓ બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટના મોગાની મેડિસિટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બની હતી. કુલદીપ સિંહ 26 સપ્ટેમ્બરે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેને ખૂબ તાવ હતો, ઉલ્ટી થઈ રહી હતી અને પેટમાં સખત દુખાવો હતો. કુલદીપે ડોક્ટરને જણાવ્યું કે તે બે વર્ષથી પેટમાં દુખાવો અનુભવે છે.

પેટમાં થતા દુખાવા પાછળ કોઈ મોટી બિમારી તો નથી? અવગણના ના કરતા, જાણો કઈ રીતે  કરશો ઓળખ | Abdominal Pain reason and common tests health news

પેટની અંદરથી લોકેટ, ચેન, નટ, બોલ્ટ, ઈયરફોન જેવી ઘણી ધાતુની વસ્તુઓ મળી આવી 

એક્સ-રે પછી કુલદીપના પેટની અંદરથી લોકેટ, ચેન, નટ, બોલ્ટ, ઈયરફોન જેવી ઘણી ધાતુની વસ્તુઓ મળી આવી હતી, જેના પછી તેનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ આ સર્જરી સર્જન અનુપ હાંડા અને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉક્ટર વિશ્વનુર કાલરા દ્વારા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે કુલદીપ પિકા ડિસઓર્ડરથી પીડિત હતો.તેમણે જણાવ્યું કે તીક્ષ્ણ વસ્તુઓ ખાવાથી દર્દીને પેટમાં ગંભીર ઈજાઓ થઈ છે. સર્જરી સફળ રહી પરંતુ કુલદીપ હજુ પણ વેન્ટિલેટર પર છે. તેની હાલત ગંભીર છે.

Topic | VTV Gujarati

કુલદીપ બે વર્ષથી પેટમાં દુખાવાને કારણે ઊંઘી શકતો ન હતો

આ વ્યક્તિના પરિવારે જણાવ્યું કે કુલદીપ બે વર્ષથી પેટમાં દુખાવાને કારણે ઊંઘી શકતો ન હતો. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ પહેલા અનેક ડોકટરો પાસે ગયા પરંતુ કોઈ અસર ન થઈ. આ બધી વસ્તુઓ પેટમાં કેવી રીતે અને ક્યારે ગઈ તે અંગે પરિવાર પાસે કોઈ માહિતી નથી. પરિવારના જણાવ્યા અનુસાર કુલદીપ માનસિક રીતે પણ પરેશાન હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ