બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / the kerala story producer vipul shah says story is real adah sharma sudipto sen controversy
Vikram Mehta
Last Updated: 01:50 PM, 3 May 2023
ADVERTISEMENT
ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ રિલીઝ થયા પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થશે. અનેક રાજનૈતિક પાર્ટીઓ આ ફિલ્મનો વિરોધ કરી રહી છે. આ ફિલ્મની કહાની કેટલી સત્ય છે? તે બાબતે આ ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને અભિનેત્રીએ તમામ સવાલોના જવાબ આપ્યા છે.
ફિલ્મનું લોજિક રહ્યું નથી
ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહ જણાવે છે કે, ‘મને એવું લાગી રહ્યું છે કે, લોજિકલ ચર્ચા પૂર્ણ થઈ જાય તો, આ ફિલ્મ પ્રોપગેંડા ફિલ્મ છે, તે કહેવું ખૂબ જ સરળ બની જાય છે. જે લોકો એવું કહી રહ્યા છે કે, આ એક પ્રોપગેંડા ફિલ્મ છે, તેમાંથી કોઈએ પણ ફિલ્મ જોઈ નથી અને જોયા પહેલા જ નક્કી કરી દેવામાં આવે છે કે, આ એક પ્રોપગેંડા ફિલ્મ છે.’
ADVERTISEMENT
વિપુલ શાહ વધુમાં જણાવે છે કે, ‘અમે જ્યારે આ યુવતીઓને મળ્યા, ત્યારે અમને લાગ્યું કે, આ ખૂબ જ જરૂરી વિષય છે અને લોકોને તે ખબર જ નથી. આ કારણોસર અમે નક્કી કર્યું કે, આ ફિલ્મ જરૂરથી બનાવીશું. ત્રણ વર્ષ પહેલા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અમને ત્યારે ખબર નહોતી કે, ચૂંટણી આવી રહી છે. આ ફિલ્મના સબ્જેક્ટ વિશે વાત કરવામાં આવે તે જરૂરી છે. આ એક પ્રોપગેંડા ફિલ્મ છે કે નહીં, તે ખૂબ જ નાની અમથી વાત છે. આ ફિલ્મની એક એક લાઈન સત્ય હોય તેના કારણે આ ફિલ્મ બનાવવામાં વધુ સમય લેવામાં આવ્યો છે.’
રિઅલ કહાની
વિપુલ શાહ જણાવે છે કે, ‘અમે એવું કહી શકીએ છીએ કે, આ કહાની સત્ય છે- જેમાં ત્રણ યુવતીઓની કહાની દર્શાવવામાં આવી છે. જે અફઘાનિસ્તાનની જેલમાં બંધ છે, જેમાંથી એક યુવતીએ આત્મહત્યા કરી લીધી. એક યુવતી પર સામૂહિક બળાત્કાર થયા પછી અંડરગ્રાઉન્ડ છે. એક એક લાઈન સત્ય છે અને તેના પુરાવા આપી શકીએ છીએ. લોકો એવું વિચારી રહ્યા છે કે, આ ફિલ્મ કોણ જોશે. ત્યારપછી અમે વિચાર્યું કે, આ ફિલ્મ જરૂરથી બનાવીશું. કોઈ અમારી સાથે નહોતું. અમે વિચારી લીધું હતું કે, અમે એક સારી ફિલ્મ બનાવીશું. અમે બધુ જાતે જ કર્યું છે. અમારે સુરક્ષા સાથે બહાર ફરવું પડી રહ્યું છે, તે ખૂબ જ દુખની વાત છે. JNU વિરોધ થઈ રહ્યો છે, તે છતાં અમે JNU જઈશું.’
અમને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ ત્યારે જ સફળ થશે, ત્યારે યુવતીઓ સતર્ક બને. આ મુદ્દે નેશનલ ડિબેટ થાય અને કામ કરવામાં આવે. અમે લવ જેહાદ જેવા શબ્દોનો ઉપયોગ કરવા માંગતા નથી. આ શબ્દથી ફિલ્મને પોલિટિકલ ટર્મ મળે છે.
50 હજાર યુવતીઓની કહાની
ફિલ્મના ડાયરેક્ટર સુદિપ્તો સેન જણાવે છે કે, ‘અમે અમારી મરજીથી ગયા હતા. વર્ષ 2014માં ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી કે, 19 વર્ષની યુવતીએ ઈસ્લામ અપનાવી લીધો હતો. ત્યાર પછી તેને ખૂબ જ પસ્તાવો થયો હતો. આ ફિલ્મ 30 હજાર નહીં પરંતુ 50 હજાર યુવતીઓની કહાની છે. વાત માત્ર આંકડાની નથી. એક પણ યુવતીએ પરેશાનીનો સામનો કરવો પડ્યો, તે ખૂબ જ શરમની વાત છે. આ ફિલ્મ બનાવતા સમયે અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો, તેમ છતાં અમે આ ફિલ્મ બનાવી છે.’
અમારી ઈચ્છા હતી કે, ‘કોઈ સાઉથ અભિનેત્રી આ ફિલ્મમાં કામ કરે, પરંતુ તમામ લોકોએ ના પાડી દીધી હતી. અદાએ આ ફિલ્મમાં કામ કર્યું તે માટે અમે તેના આભારી છીએ. આ ગીતના લેખક મુસ્લિમ છે, જેને હવે ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ફિલ્મની કાસ્ટ શોધવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે. કેરળમાં લવ જેહાદ છે અને લવ જેહાદ પાછળની કહાની સામે આવી જોઈએ.’
સમગ્ર દેશ અમારી સાથે છે
આ ફિલ્મની અભિનેત્રી અદા શર્મા જણાવે છે કે, ‘સુદિપ્તો સેને આ ફિલ્મ કરવા માટે સાત વર્ષ સુધી રિસર્ચ કર્યું. સમગ્ર દેશ અમારી સાથે છે. ફિલ્મ કર્યા પછી હું પહેલા કરતા વધુ સારી માણસ બની ગઈ છું.’
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.