બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / The Gujarat Public University Bill has been passed in the House

મહત્વના સમાચાર / ગુજરાતમાં પબ્લિક યુનિવર્સિટી બિલ પસાર: વિદ્યાર્થી ચૂંટણીઓ બંધ, એકસાથે પરીક્ષા અને કોમન સિલેબસ, જાણો ફેરફારોથી કેટલો ફાયદો-કેટલું નુકસાન

Dinesh

Last Updated: 06:20 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Public Universities Bill : ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ ગૃહમાં પસાર કરાયું છે, જેને લઈ ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી સહિતમાં વિદ્યાર્થીઓ તેમજ કેટલાક અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે

  • પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર
  • ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ
  • યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટ પ્રથા ખતમ થઈ જશે: અમિત ચાવડા


Gujarat Public Universities Bill - 2023: 15મી વિધાનસભાના ત્રીજા સત્ર એટલે કે, ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ ગૃહમાં પસાર કર્યું છે. અત્રે જણાવી દઈએ કે, ચાર વખત નામંજૂર થયેલું બિલ આ વખતે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ બિલથી રાજ્યની 11 સરકારી યુનિવર્સિટી સરકારના તાંબા હેઠળ આવી ગઈ છે. જો કે, આ બિલને લઈ વિધાનસભા ગૃહમાં 12 જેટલા ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બિલ અંગે ગૃહમાં પાંચ કલાક જેટલી ચર્ચા કરાઈ છે. તેમજ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.  વધુમાં ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ  કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે! | two days short session of the  Gujarat Legislative ...

વિદ્યાર્થીઓનો વિરોધ
આ બિલને લઈ ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી સહિતમાં વિદ્યાર્થીઓ તેમજ કેટલાક અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ બિલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ આવી જશે. આ બિલથી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ જલ્દી નહી આવે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે. 

કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપ
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના શાસનામાં શિક્ષણનું ખાનગીકરણ થયું છે. હવે કોમન યુનિવર્સિટી બિલથી વધુ નુકસાન થશે. વધુમાં તેમણે કહ્યું કે, આ બીલથી યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટ પ્રથા ખતમ થઈ જશે. સેનેટ પ્રથા ખતમ થઈ જવાથી યુવા નેચા મળવા મુશ્કેલ બનશે. જેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોને આઝાદી સાથે લડતા હોય છે.

વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર દ્વારા યુનિવર્સિટીમાં માનિતા લોકોની નિમણૂંક થશે. તેમજ યુનિવર્સિટીના જૂના બિલમાં બંધારણની કલમ 19ની વાણી અને વિચાર માટેની અભિવ્યક્તિ આપવામાં આવી હતી, આ બિલ લાગુ થયા બાદ વાણી અને વિચારોની અભિવ્યક્તિ નહી રહે 

આ 11 યુનિવર્સિટીનો સમાવેશ

  1. વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
  2. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી
  3. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી
  4. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  5. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  6. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
  7. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
  8. ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
  9. કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
  10. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
  11. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી 

Topic | VTV Gujarati

આ એક્ટની મહત્વની જોગવાઈ

  • યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે
  • એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે
  • યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
  • આ એક્ટ દ્રારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે
  • રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલશ્રી રહેશે: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
  • અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ 
  • યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
  • યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

'સુગઠિત નાણાંકીય અંકુશ આવશે'
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ વિધેયકના ફાયદા અંગે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે. સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઇ શકાશે. સુગઠિત નાણાંકીય અંકુશ આવશે. વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે તેમ મંત્રીએ કહ્યું હતું.

University senate or welfare elections will be a thing of the past, new plan of radical change of government is ready,...

કેટલીક સત્તા અપાઈ
યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્ય ક્રમો પણ ચલાવી શકશે. અત્રે નોંધનીય છે કે,પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કરતા આ એક્ટનો પ્રાથિમક ડ્રાફ્ટ સૂચનો માટે 15 દિવસ પબ્લિક ડોમેઈનમાં મૂકીને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં કુલ 140 સ્ટેક-હોલ્ડર્સ પાસેથી 238 સૂચનો પ્રાપ્ત થયાં. જેમાંથી 30 સૂચનોને આધારે એક્ટમાં સુધારા પણ  કરવામાં આવ્યા છે‌. તથા 40 સૂચનોને સ્ટેચ્યુટ કે ઓર્ડિનન્સમાં સમાવેશ કરવામાં આવશે. અન્ય સૂચનો એવા છે કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનની જોગવાઈઓ સાથે સુસંગત નથી અથવા નીતિવિષયક ફેરફારનાં સૂચન છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ