બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Gujarat government will do this big work in Dholera before the Vibrant Gujarat Summit, there will be huge benefits

આગે કદમ / વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા ગુજરાત સરકાર ધોલેરામાં કરશે આ મોટું કામ, થશે જોરદાર ફાયદા

Mehul

Last Updated: 11:03 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર 2022ના 10મા વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ગ્રીન હાઉસ ડેટા સેન્ટર સ્થાપવા વિચારી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે.

  • ધોલેરામાં બનશે અદ્યતન ડેટા સેન્ટર
  • વાયબ્રન્ટ સમિટ પહેલાં સ્થાપાશે ડેટા સેન્ટર
  • ઉદ્યોગજૂથો તેમજ સરકારને મોટો ફાયદો

ગુજરાત વાયબ્રન્ટ સમિટ એટલે કે, વિશ્વના ઉદ્યોગપતિઓને બિઝનેસ માટે આકર્ષવાનો પ્રયાસ. વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનું માધ્યમ છે  ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે અને તેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કોન્સેપ્ટ હશે  શું છે આ કોન્સેપ્ટ પાછળનો ઉદ્દેશ્ય એ જાણવું રસપ્રદ રહેશે.  

સંસદના શિયાળુસત્રમાં સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક
 
ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમીટ પહેલા સરકાર આધુનિક ઢબે ડેટા સેન્ટર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. કારણ કે, રોકાણકારોને ધ્યાને રાખતા ગુજરાત સરકાર માટે આ ડેટા સેન્ટર ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે. અને સંસદના શિયાળુસત્રમાં સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે. જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો કરાશે અભ્યાસ  

મહત્વનું છે કે, ગુજરાત સરકાર દ્વારા ડેટાસેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો વાયબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાઇ જાય તો આવનારા ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને ફાયદો થઈ શકે છે. આ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવશે.. અને આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે.   ડેટા સેન્ટર એક નેટવર્ક સાથે જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે જે મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, યૂટ્યુબ અને જીમેઇલ જેવા સાધનોના કરોડો ઉપયોગકર્તાઓ છે. એટલું જ નહીં ઇ-કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો વપરાશકર્તા છે. આ તમામ ડેટા આ સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે. ડેટા સેન્ટર માટે રોકાણ સાથે રોજગારીની પણ વિપુલ માત્રામાં તક રહેલી છે.

મૂડી રોકાણ,રોજગારી સાથે ઉદ્યોગોને પણ ફાયદો 

મહત્વનું છે કે, યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. અને ક્લાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાજ્યમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉદ્યોગોને પણ સરળતા મળી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ