બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / The government renamed the project Chief Minister Merit Scholarship Yojana

મહામંથન / જ્ઞાનસેતુ પ્રોજેક્ટમાં થયેલા ફેરફારને કારણે વિદ્યાર્થીઓને કેટલો મળશે લાભ, શું કામ બદલવો પડ્યો? સરકારનો તર્ક શું?

Dinesh

Last Updated: 11:09 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનસેતુ પ્રોજેક્ટની પ્રાથમિક રૂપરેખા એવી હતી કે ધોરણ 1 થી 5ના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવીને, તેમની પ્રવેશ પરીક્ષા લઈ જે વિદ્યાર્થીઓ પાસ થાય તેને ધોરણ 6 થી12 સુધી સ્કોલરશીપ આપી ઉચ્ચ માપદંડો ધરાવતી ખાનગી શાળામાં ભણાવવા

  • સરકારે પ્રોજેક્ટનું નવું નામ મુખ્યમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજના આપ્યું
  • સરકારનો દાવો છે કે મેરીટ સ્કોલરશીપ યોજના વધુ સુદ્રઢ
  • જ્ઞાનસેતુ સ્કૂલનો વિચાર પડતો કેમ મુકાયો?

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી એવા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંગે ચર્ચા અને વિરોધની વચ્ચે સરકારનું મંથન ચાલી રહ્યું હતું અને લાંબી વિચારણાં બાદ સરકારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટને હવે મુખ્યમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજના તરીકે રજૂ કર્યો છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટની પ્રાથમિક રૂપરેખા એવી હતી કે ધોરણ 1 થી 5ના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવીને, તેમની પ્રવેશ પરીક્ષા લઈ જે વિદ્યાર્થીઓ પાસ થાય તેને ધોરણ 6 થી12 સુધી સ્કોલરશીપ આપી ઉચ્ચ માપદંડો ધરાવતી ખાનગી શાળામાં ભણાવવા. હવે સરકારનો તર્ક છે કે તેમના સરવેમાં 100 તાલુકા એવા નિકળ્યા કે જયાં કોઈપણ શાળા સતત 5 વર્ષથી 60 થી 80 ટકા પરિણામ લાવે તેવી નહતી. પહેલેથી જ જે પ્રોજેક્ટ સામે સવાલ ઉઠ્યા તેને અંતે સરકારે પડતો મુક્યો ત્યારે સવાલ એ છે કે, પ્રોજેક્ટમાં ફેરફાર કરવાની ફરજ કેમ પડી, જ્ઞાનસેતુ પ્રોજેક્ટ ખરેખર ખાનગી શાળાઓને ફાયદો કરાવે તેવો હતો કે કેમ સરકારી શાળાઓની ગુણવત્તા અંગે સરકારનો તર્ક શું છે

સરકારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટનું નામ બદલ્યું
સરકારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટનું નામ બદલ્યું છે, જ્ઞાનસેતુ ડે સ્કૂલનો પ્રોજેક્ટ રદ કરાયો છે અને સરકારે પ્રોજેક્ટનું નવું નામ મુખ્યમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજના આપ્યું છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટની પુન:ચકાસણી કરતા સરકાર તેમા આગળ વધવા નહતી માંગતી અને સરકારનો દાવો છે કે મેરીટ સ્કોલરશીપ યોજના વધુ સુદ્રઢ છે

મુખ્યમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજના શું છે?
આ યોજનામાં પણ ધોરણ 6થી વિદ્યાર્થી મેરીટના આધારે ખાનગી શાળામાં ભણશે તેમજ જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં સરકાર તાલુકામાંથી ખાનગી શાળા પસંદ કરવાની હતી. મેરીટ સ્કોલરશીપ યોજનામાં વિદ્યાર્થી ઈચ્છે તે ખાનગી શાળામાં અભ્યાસ કરી શકશે, વિદ્યાર્થીના અભ્યાસ માટે સરકાર સ્કોલરશીપ આપશે. ખાનગી શાળામાં અભ્યાસ માટે સરકાર 20 થી 25 હજાર સુધીની સ્કોલરશીપ આપશે અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ માટે સરકાર 5 હજાર કે તેથી વધુની સ્કોલરશીપ આપશે.

જ્ઞાનસેતુ સ્કૂલનો વિચાર પડતો કેમ મુકાયો?
જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પડતો મુકવા પાછળ મુખ્ય કારણ શાળાઓના પરિણામ હતા. 100 તાલુકા એવા હતા જેમા શાળાઓના પરિણામ નિરાશાજનક હતા અને 100 તાલુકામાં સતત 5 વર્ષથી 60 થી 80% પરિણામ આવ્યું હોય તેવી એકપણ શાળા નહીં તેમજ સરવાળે જ્ઞાનસેતુ યોજનામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ કયાં ભણે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.  ફેરવિચારણાં બાદ સરકારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પડતો મુક્યો

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શું હતો?
ધોરણ 1 થી 5ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવીને ધોરણ 6 થી 12 સુધી સારુ શિક્ષણ આપવું અને આ વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ એક્ઝામ લેવી. એન્ટ્રન્સ એક્ઝામ મારફતે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મોકલવા તેમજ જેના માર્ક્સ વધુ તેને જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ મળે. જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે સરકારે વિદ્યાર્થી દીઠ 20 હજારની સહાય નક્કી કરી હતી તેમજ 5 વર્ષમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓના સમાવેશની વિચારણાં હતી. જે તે સમયે ગ્રાન્ટેડ શાળાઓએ જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો હતો તેમજ ગ્રાન્ટેડ શાળાને નુકસાન જતું હોવાનો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો અને ખાનગી શાળાને ઘરેબેઠા તેજસ્વી વિદ્યાર્થી મળી જાય તેની સામે પણ રોષ હતો તેમજ સરકારનું માનવું હતું કે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય અને સરકારે તત્કાલિન સમયે સમીક્ષા માટે સમિતિની રચના કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ