બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / The first qualifier match of IPL 2023 will be played between Gujarat Titans and Chennai Super Kings

IPL 2023 / ગુજરાતની તાકાત છે આ ત્રણ ખેલાડીઓ, છેલ્લી ઘડીએ બાજી પલટી નાખે તેવી આવડત, ધોની માટે બનશે ટેન્શન

Malay

Last Updated: 09:58 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Qualifier 1: આજે IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે, ચેન્નાઈ સુપર કિંગ્સને આ મેચ જીતવી હોય તો તેણે ગુજરાતના આ ખેલાડીઓનો મજબૂતીથી સામનો કરવો પડશે.

 

  • આજે ગુજરાત ટાઈટન્સ અને  CSK વચ્ચે મેચ
  • GTમાં ગેમચેન્જર્સ અને ઓલરાઉન્ડરો પુષ્કળ
  • GTના આ 3 તોફાની ખેલાડીઓનો CSKએ કરવો પડશે સામનો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન આ વર્ષે પણ ગત સિઝનની જેમ જ શાનદાર રહ્યું. IPL 2023માં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર ચાર મેચ હારી છે. તે પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ પણ બની હતી. ત્યારે હવે IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે રમાશે. આજે બે મજબૂત ટીમ સામ સામે ટકરાશે. આ એક હાઈ વોલ્ટેજ મુકાબલો હશે. આજે સાંજે 7.30 વાગ્યે ચેપૉક સ્ટેડિયમાં હાર્દિક પંડ્યાની સામે પોતાના ગુરુ મહેન્દ્રસિંહ ધોનીને હરાવવાનો પડકાર હશે. જો ગુજરાત ટાઈટન્સ CSKને હરાવવામાં સફળ થશે, તો ટીમ સતત બીજા વર્ષે લીગ તબક્કાની ફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ જો ચેન્નાઈ સુપર કિંગ્સને આ મેચ જીતવી હોય તો તેણે ગુજરાતના આ ખેલાડીઓને પરાજિત કરવા પડશે. નહીં તો આ ખેલાડી અન્યથા આ મેચને પોતાના નામે કરી લેશે. ચાલો જાણીએ ગુજરાત ટાઈટન્સની ટીમના આ દમદાર ખેલાડીઓ વિશે...

VTV Gujarati News and Beyond on Twitter: "MS Dhoni vs Hardik Pandya કોને  મળશે ફાઇનલની ટિકિટ! ગુરુ અને ચેલા વચ્ચેની જંગમાં જામશે રસાકસી, હાર્દિક  પંડ્યાનું કેમ વધ્યું ...

આ ખેલાડીઓ છે સારા ફોર્મમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાસે ટોપ ઓર્ડરમાં શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા અને વિજય શંકર જેવા બેટ્સમેન છે, જેઓ સારા ફોર્મમાં છે. આ સાથે હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા, ડેવિડ મિલર અને રાશિદ ખાન મિડલ ઓર્ડરને વિસ્ફોટક બનાવી રહ્યા છે. મિડલ ઓર્ડરમાં આ 4 ફિનિશર્સ હોવાને કારણે ટીમ કોઈપણ ઓવરમાં પોતાનો સ્કોરિંગ રેટ વધારવાની ક્ષમતા ધરાવે છે. 

શુભમન ગિલ
બેટિંગ લાઇન અપના ટોપર શુભમન ગીલે સતત બે સદી ફટકારી છે. તેમના નામે 680 રન છે. વર્તમાન સિઝનના ટોપ રન સ્કોરરમા શુભમન ગિલ બીજા ક્રમે છે. જ્યારે પ્લેઓફની ટીમોમાં ગિલ જ ટોપર છે. IPLની આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન શુભમન ગિલ જોરદાર ફોર્મમાં છે. તેમણે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 14 મેચોમાં 56.67ની એવરેજથી 680 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે હૈદરાબાદ અને બેંગ્લોર સામે બેટિંગમાં સદી ફટકારી હતી.

સીધી જ ફાઇનલમાં એન્ટ્રી માટે GT VS CSK: ધોની માટે આ ખેલાડી બનશે સૌથી મોટો  ચેલેન્જ | Gujarat Titans opener Shubman Gill difficult to stop in qualifiers

હાર્દિક પંડ્યા
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા મેચ વિનર ખેલાડી છે. તેઓ ગમે તે સમયે પોતાની બોલિંગ અને બેટિંગથી મેચને પલટી શકે છે. આ સિવાય તેઓ કેપ્ટન તરીકે પણ ખૂબ અસરકારક રહ્યા છે. તેમણે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં 289 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 130.76 અને એવરેજ 28.90 છે. 

CSK સામેની જીત બાદ પણ ખુશ નથી હાર્દિક પંડ્યા, કહ્યું 'રાહુલ અને રાશિદે  સારું પ્રદર્શન કર્યું પણ.. ' | IPL 2023: Hardik Pandya not happy even after  win against CSK, said 'Rahul

વિજય શંકર
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટીમમાં વધુ એક ખતરનાક ખેલાડી છે. તેમનું નામ છે વિજય શંકર. વિજય શંકરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે. જેમાં તેઓએ 41.00ની એવરેજથી 287 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 161.23 છે. આ ઉપરાંત ગુજરાતની પાસે મોહમ્મદ શમી અને મોહિત શર્મા જેવા પેસરની સાથે રાશિદ ખાન અને નૂર અહેમદ જેવા રિસ્ટ સ્પિનર પણ છે. 

અત્યાર સુધી ગુજરાતને હરાવી શક્યું નથી CSK
આપને જણાવી દઈએ કે, CSK સામે ગુજરાત અજેય છે, એટલે કે ધોનીની ટીમ અત્યાર સુધી ગુજરાતને હરાવી શકી નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે, ત્રણેયમાં ગુજરાતનો વિજય થયો હતો. ટીમે ગત સિઝનમાં 2 મેચ અને આ સિઝનમાં એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં આંકડા ગુજરાતની તરફેણમાં છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ