બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / The decision regarding approval for leave of officers and employees engaged in elections will be taken at the local level

Loksabha Election 2024 / ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓને લઇને લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય

Vishal Dave

Last Updated: 10:26 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક કક્ષાએ ચૂંટણીની કામગીરીને વિપરીત અસર ન પડે એ પ્રકારે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓને રજા આપવાની રહેશે.

લોકસભા ચૂંટણી દરમિયાન ચુંટણીની કામગીરી માં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે  મહત્વના સમાચાર છે.. ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની રજાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.. ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ માટે સ્થાનિક કક્ષાએ જ મંજૂરી અંગેનો નિર્ણય લેવાશે. માત્ર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી થી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓએ જ  રજાઓની મંજૂરી ચૂંટણી પંચ સમક્ષ લેવાની રહેશે. 

આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને હારતોરા, પ્રભારી રમેશ ઉકાણીને કરવી પડી સ્પષ્ટતા

કામગીરી અટવાય નહીં તે રીતે રજા આપવાની રહેશે 

સ્થાનિક કક્ષાએ ચૂંટણીની કામગીરીને વિપરીત અસર ન પડે એ પ્રકારે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓને રજા આપવાની રહેશે. ચૂંટણી પંચ સમક્ષ જિલ્લા કક્ષાએ ચૂંટણીમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓની રજાઓની મંજૂરી માટે ફાઈલો આવતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.. 

ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ

ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે.

રાજ્યમાં આટલા મતદારો 

રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.  85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ