બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The contract for Mumtpura Bridge on SP Ring Road was again awarded to Ranjit Buildcon

સવાલો / તંત્રને હજુ લોકોના જીવ સાથે કોઈ લેવાદેવા નથી? અમદાવાદના 2021માં તૂટેલા બ્રિજ મામલે લેવાયો ચોંકાવનારો નિર્ણય

Malay

Last Updated: 08:01 AM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડના મુમતપુરા બ્રિજનો કોન્ટ્રાક્ટ ફરી રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યો છે. ઔડાએ ફરી એજ કોન્ટ્રાક્ટરને કામ આપ્યું જેનાથી બ્રિજ તૂટ્યો હતો

 

  • SP રિંગ રોડના મુમતપુરા બ્રિજનો કોન્ટ્રાક્ટ ફરી રણજીત બિલ્ડકોનને અપાયો
  • રણજીત બિલ્ડકોને જ બનાવ્યો હતો આ બ્રિજ
  • રણજીત બિલ્ડકોન પર 3 વર્ષ માટે મુકાયો હતો પ્રતિબંધ

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન મુમતપુરા બ્રિજનો વચ્ચેનો ભાગ ડિસેમ્બર 2021માં ધરાશાયી થયો હતો. ઔડાએ ફરી સરદાર પટેલ રિંગ રોડના મુમતપુરા બ્રિજનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2021માં મુમતપુરા બ્રિજનો સ્પાન તૂટવાથી રણજીત બિલ્ડકોન પર 3 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો હતો.

રણજીત બિલ્ડકોન પર મુકાયો હતો ત્રણ વર્ષ માટે પ્રતિબંધ 
વિગતવાર વાત કરીએ તો ગઈ 21 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન મુમતપુરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ અંગેની જાણ થતાં ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોનની પાસે હોવાથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથિરિટીએ બાંધકામ કરી રહેલી કંપની રણજીત બિલ્ડકોન પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકાયો હતો. 

ફરી રણજીત બિલ્ડકોનને સોંપાયું કામ
જે બાદ ઔડા દ્વારા આ બ્રિજના જુલાઈથી નવેમ્બર સુધીમાં 2 વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. બે વાર ટેન્ડર બહાર પાડતા કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું ન હોતું. જેથી AUDAએ ફરી રણજીત બિલ્ડકોનને આ બ્રિજનું કામ સોંપ્યું છે. ત્યારે હાલ સવાલ એ થાય છે કે ઔડા દ્વારા રણજીત બિલ્ડકોન પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાવામાં આવ્યો હોવા છતાં ફરી એ જ કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? પ્રતિબંધ હજુ હટ્યો નથી તો આ કંપનીને ફરી કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો?

સળગતા સવાલો
રણજીત બિલ્ડકોન પર કોની રહેમ નજર છે?
3 વર્ષ નથી પૂર્ણ થયા તો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો?
શું રણજીત બિલ્ડકોને AUDAના અધિકારીઓને રૂપિયા ખવડાવ્યા?
AUDAના લોકોના જીવ સાથે કાંઈ લેવાદેવા નથી?
રણજીત બિલ્ડકોન સ્પાન બનાવવામાં ભ્રષ્ટાચાર નહીં કરે એની શું ગેરેન્ટી?
શું AUDAને અન્ય કોઈ કોન્ટ્રાક્ટર મળતા નથી?
રણજીત બિલ્ડકોનને દંડ ફટકારવાને બદલે કામ કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ