બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / ભાવનગર / The condition of cotton farmers in Bhavnagar is extremely pathetic

મુશ્કેલી / ભાવનગરમાં કપાસના ખેડૂતોની હાલત અત્યંત દયનીય! એક તરફ ઉત્પાદનમાં ઘટાડો, બીજી બાજુ ભાવ તળિયે બેસી જતા કહ્યું 'આવું ને આવું રહેશે તો...'

Kishor

Last Updated: 04:11 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપાસના ભાવ ઘટતા હાલ ભાવનગરના ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે 2000-2200 ભાવ હતો. જે હાલ ચાલુ વર્ષે 1400 થતા ખેડૂતો મુંજાયા છે

  • ભાવનગરના ખેડૂતોની હાલત કફોડી 
  • કપાસના ભાવ ગગડ્યા
  • ગત વર્ષની સરખામણીમાં નીચા ભાવ
  • ગત વર્ષે 2000-2200 ભાવ હતો
  • ચાલુ વર્ષે 1400 ભાવ બોલાયો

ભાવનગર જિલ્લમાં ચોમાસાની અનિયમિતતા અને વાતાવરણમાં થતા ફેરફારો તેમજ રોગચાળાના કારણે આ વર્ષે સ્થાનીકે કક્ષાએ કપાસનું ઉત્પાદન ઓછું થયું છે. જેને લઈને ખેડૂતો મુંજાયા છે. ભાવ પણ ગત વર્ષની સરખામણીમાં 1 મણએ 700 જેટલો ઘટાડો થવાથી  ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજીબાજુ બ્રાઝીલ જેવા દેશમાં કપાસના મબલખ ઉત્પાદનને કારણે ત્યાંનો માલ ચીનમાં સસ્તામાં વહેંચાતો હોઈ ભારતના માલની માંગ ઓછી રહેવાથી ખેડૂતોને નુકસાની થવા પામી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો કપાસ ના પાક ના બદલે અન્ય પાકો તરફ દોટ  મુકશે તેમ મનાઈ રહ્યું છે.

એક મણ કપાસનો 'બાવીસો સાઈઠ' રૂપિયા હરાજીમાં ભાવ બોલાયો', ખેડૂતોએ કહ્યું  2500-3000 કરો | 'Two Hundred and Sixty' rupees for one maund of cotton was  quoted in the auction farmers said 2500-3000

મજૂરીના પૈસા પણ ન નીકળે તેવી સ્થતિ

ભાવનગર જિલ્લામાં રવિ પાકની સીઝન પુરબહારમાં ખીલી ઉઠી હતી..જેમાં કપાસ સહિતની જણસો તૈયાર થઈ ગઈ હોવાથી હવે માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ધીમે ધીમે સારું થવા લાગી છે. ભાવનગર અને  તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું. ગત  વર્ષે કપાસના ભાવ 2000 થી 2200 સુધી પહોંચ્યા હતા. પરંતુ હાલ યાર્ડમાં માલ આવતાની સાથે જ કપાસના ભાવ 1400 થઇ જતા ખેડૂતોને મજૂરીના પૈસા પણ ન નીકળે તેવી સ્થતિ ઉભી થવા પામી છે.

1 વિઘા જમીનમાં 50 મણ કપાસ: ગુજરાતના ખેડૂતની કમાલ, આ પધ્ધતિ વાપરી મેળવ્યું  બમણું ઉત્પાદન, લાખોનો નફો | Hasmukh Gabani, the striking farmer, started  organic cotton cultivation

કપાસના ભાવ 1400 ભાવ થયા છે
ભાવનગર અને તળાજાના યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. આજે કપાસના ભાવ 1400 ભાવ થયા છે. આમ તો ગત વર્ષમાં  વાવાઝોડું અને પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકસાન થતા ઉત્પાદન ઓછું થયું એક તરફ ઉત્પન્નમાં ઘટાડો અને બીજીબાજુ ભાવ પણ નીચા બેસી જતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર  2.50 લાખ હેકટરમાં થવા પામ્યુ હતું. આ વર્ષે ઉત્પાદનમાં ભારે ઘટાડા વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો નારાજ છે.

ઉત્પાદનમાં થતા ખર્ચની  વિગત 

  • કપાસ માં 1 વીઘે ઉતારો આવે છે 20 મણ 
  • 1 થેલી ડીએપી ખાતર 1300 રૂપિયા 
  • દવા બિયારણ  1 વીઘે 300 રૂપિયા 
  • વિણાટ નું કામ 1 વ્યક્તિ નું 1 મણે  ખર્ચ 200
  • વાડી  થી યાર્ડ નું ભાડું 225 રૂપિયા 
  • યુરિયા ખાતર 1 થેલી  600 રૂપિયા ( 3 વખત નાખવી પડે સીઝન માં )
  • 4 માણસ ની મજૂરી રોજના 2000 રૂપિયા 
  • (4 મહિના કામ ચાલે )
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ