બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / The city of Ayodhya will resound with the sound of the 450 kg giant Nagara prepared in Ahmedabad, know the features

અયોધ્યા રામ મંદિર / અમદાવાદમાં તૈયાર કરાયેલા 450 કિલોના વિશાળકાય નગારાના નાદથી ગૂંજી ઉઠશે અયોધ્યા નગરી, જાણો વિશેષતા

Vishal Khamar

Last Updated: 03:04 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા નગારાની ગુંજ હવે અયોધ્યામાં સંભળાશે. કારણકે આ વિશાળ નગારાને અમદાવાદથી અયોધ્યા મોકલવામાં આવ્યું છે. આ નગારાનું ઠેર ઠેર સાધુ સંતો દ્વારા પૂજા અર્ચનાં કરવામાં આવી રહી છે.

  • ડાકોરમાં સાધુ સંતોએ નગારાની આરતી ઉતારી પૂજા કરી
  • આ નગારાની ગુંજ હવે અયોધ્યામાં સંભળાશે
  • નગારાનું ઠેર ઠેર પૂજા અર્ચનાં કરવામાં આવી

22 મી જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે રામ મંદિરમાં અમદાવાદથી ડબગર સમાજ દ્વારા નગારૂ મોકલવામાં આવ્યું છે. જેનું ઠેર ઠેર સાઘુ સંતો તેમજ ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

ડાકોર ખાતે સાધુ સંતોએ નગારાની મંત્રોચ્ચાર સાથે પૂજા કરી
આગામી 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને રામભક્તોમાં ભારે ઉત્સાહ છે. અને દેશભરમાંથી લોકો પોતાનો સ્નેહ અયોધ્યા મોકલી રહ્યાં છે. તેમાં અમદાવાદનો ડબગર સમાજ પણ બાકાત નથી. કારણકે અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા 450 કિલોનું વિશાળ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. અને આ નગારાને અયોધ્યા મોકલવામાં આવ્યું છે. ત્યારે આ નગારું યાત્રાધામ ડાકોર ખાતે પહોંચ્યું હતું. જ્યાં શોભાયાત્રા અને આતશબાજી સાથે મંદિરના મુખ્ય દરવાજે આ નગારાના વધામણાં કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ડાકોરમાં સાધુસંતો દ્વારા નગારાની આરતી ઉતારી મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી.

નગારાની વિશેષતાઓ
અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલું આ નગારું વિવિધ પ્રદેશોમાં ફરીને અયોધ્યા પહોંચશે. જ્યાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આ નગારાના નાદથી સમગ્ર અયોધ્યાનગરી ગુંજી ઉઠશે.અયોધ્યાના રામ મંદિરમાં સાંભળવા મળશે અમદાવાદના નગારાની ગૂંજશે.રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ..જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદના ડબગર સમાજે વિશાળ નગારું બનાવ્યુ છે. 25 થી 30 કારીગરોએ દિવસ-રાત અથાગ મહેનત કરીને આ નગારું બનાવ્યું છે. આ નગારાનું વજન ૪૫૦ કિલો છે અને તે 56 ઇંચ પહોળું છે..નગારા પર સોના અને ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. ૧ હજાર વર્ષના અંદાજિત આયુષ્ય સાથે નગારું બનાવમાં આવ્યું છે...ઉપરાંત નગારા પર બારીક કોતરણી કરાઈ છે. ૧૪ જાન્યુઆરીએ આ નગારું અયોધ્યા મોકલાશે. ૨૨મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડબગર સમાજ નગારુ વગાડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ