બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / The brother killed the brother in public, attacked with stones and pipes

લોહીના સંબંધોની હત્યા / અમદાવાદમાં ઘરમાં ઝઘડા બાદ ભાઈએ જ જાહેરમાં ભાઈને મારી નાંખ્યો, પથ્થરો-પાઈપથી કર્યો હતો હુમલો

Vishal Khamar

Last Updated: 06:31 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ધોળે દિવસે જીવલેણ હુમલો કરી જાહેરમાં ભાઈએ ભાઈની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. જાહેરમાં સગા ભાઈએ ભાઈ પર હુમલો કરતા મૃત્યું નિપજ્યું હતું.

  • અમદાવાદના બાપુનગરમાં હત્યા મામલે ધરપકડ
  • બાપુનગર પોલીસે આરોપીની કરી ધરપકડ
  • ભાઈએ જ ભાઈની કરી હતી હત્યા 
  • પારિવારિક ઝઘડામાં જાહેરમાં કર્યો હતો હુમલો

 અમદાવાદમાં ધોળે દહાડે ખૂન ખરાબા વધી રહ્યા છે. લોકોને પોલીસનો કોઈ જ ખોફ ના હોય તેમ જાહેરમાં ખૂની હુમલા થઈ રહ્યા છે.  ત્યારે ગઈકાલે બાપુનગર અજીત મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ હુમલો કરતાં મૃત્યુ થયું છે. ભાઈએ જ ધોળા દહાડે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે મોટી બબાલ થઈ જતાં જીવલેણ હુમલો કરી દીધો. ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં તેનું મોત થયું છે. રોડ ઉપર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહીશો પણ ગભરાઈ ગયા છે. 


સોસાયટીના ગેટ ઉપર જાહેરમાં જ મારામારી થઈ હતી
અમદાવાદ બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુભાઈ ચંદુભાઈ પટણી  બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. તે દરમિયાન તેમના ભાઈએ આવીને ગાળાગાળી કરી હતી. પરેશભાઈ ચંદુભાઈ પટણી તથા તેમનો દીકરો મેહુલ ગેટ પાસે ગઈકાલે 4 વાગ્યાની આસપાસ ઊભા હતા તે દરમિયાન તેના ભાઈ અને સાળા લોકો આવ્યા હતા. અને બંને પક્ષે બોલાચાલી અને ગાળા ગાળી થઈ હતી. સોસાયટીના ગેટ ઉપર જાહેરમાં જ મારામારી થઈ હતી.

પહેલા ગડદાપાટુનો માર માર્યો પછી લોખંડની પાઈપથી હુમલો કર્યો
આ ઘટનાથી આજુબાજુના લોકો પણ હતપ્રભ બની ગયા હતા. ઘટના વધુ વકરતા દિનેશ ચંદુભાઈ પટણી, સુરેશ ચમનભાઈ પટણી, સુરેશ તેમજ જયેશ પટણી સહિતના લોકોએ કનુભાઈ તથા તેમના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. એ પછીથી લોખંડનો પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુભાઈ પટણી, પરેશભાઈ પટણી તથા મેહુલભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશભાઈને વધુ ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાં તેઓનું મોત થયું હતું. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.

પોલીસે 5 આરોપીની ધરપકડ પણ કરી
આ ઘટનામાં બાપુનગર પોલીસે 5 આરોપીની ધરપકડ પણ કરી છે. જેમાં મૃતક વ્યક્તિના મોટાભાઈ અને સાથે તેમનો દીકરો અને તેમના સાળાએ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ લાકડી અને પાઇપની મારામારીમાં મૃતકને માથાના ભાગે ઇજા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોટ થયું હતું. હાલમાં બાપુનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ