બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / The biggest update about the new cabinet of Gujarat
Malay
Last Updated: 09:14 AM, 10 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. ત્યારે આગામી 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
નવા અને જૂના ચહેરાઓને મળી શકે છે સ્થાન
નવી સરકારનું મંત્રમંડળ 22થી 23 સભ્યનું હોવાની સંભાવના છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટ મંત્રી અને 12થી 13 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાંથી કોના નામની ચાલી રહી છે ચર્ચા
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી 12થી વધુ MLAને સ્થાન મળી શકે છે. આ માટે કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, ડો દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, દેવા માલમ, સંજય કોરડીયા, ભગવાનજી કરગઠીયા, રાઘવજી પટેલ, રિવાબા જાડેજા, કૌશિક વેકરીયા, હીરાભાઈ સોલંકી, કાંતિ અમૃતીયા, પ્રકાશ વરમોરા, કિરીટસિંહ રાણા, ભગાવાનભાઈ બારડ, ડો પ્રદ્યુમન વાજા, મુળુભાઈ બેરા, ત્રિકમભાઈ છાંગા અને વીરેન્દ્રસિંહ જાડેજા નામની ચર્ચા ચાલી રહી છે.
20 મંત્રીઓમાંથી 19ને મળી સફળતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે. ભૂપેન્દ્ર સરકારના 20 મંત્રીઓમાંથી માત્ર એક જ કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. જ્યારે 19 મંત્રીઓ જીતી ગયા છે. જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી, મનીષબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેર ડિંડોર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.