બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / The biggest revelation ever about catching a flight in France

ઘટસ્ફોટ / ફ્રાંસમાં ફ્લાઇટ પકડાવવા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો : અગાઉ પણ દુબઈ-જર્મની ગયા હતા ગુજરાતીઓ

Priyakant

Last Updated: 08:58 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

France Plane Human Trafficking Latest News: અગાઉની ફ્લાઇટમાં 60 યાત્રિકો ગુજરાતી સાથે 200 યાત્રિકો સામેલ હોવાનું ખૂલ્યું, વેટ્રી અને જર્મનીના રૂટની ફ્લાઇટની વ્યવસ્થા કરનાર એજન્ટો એક જ હોવાનો ખુલાસો

  • ફ્રાંસથી મુંબઇ પરત મોકલાયેલા વિમાનની તપાસમાં મોટો ખુલાસો 
  • એજન્ટોની તપાસમાં CID ક્રાઇમે વધુ ચોંકાવનારા ખુલાસા કર્યા 
  • એજન્ટોની તપાસમાં વધુ 3 વિમાનની વિગતો સામે આવી 
  • 6 ડિસેમ્બરે એક વિમાન દુબઇથી નિકારાગુઆ ઉડ્યું હતું 
  • ફ્રાંસની ઘટનાના 2 દિવસ પહેલા જર્મનીમાં એક ચાર્ટર્ડ વિમાન રોકાયું હતું 
  • ટેક્નિકલ કારણોસર 10થી 12 કલાક જર્મનીમાં રોકાયું હતું વિમાન 

France Plane Human Trafficking : ફ્રાંસમાં ફ્લાઇટ પકડાવવા મામલે અત્યાર સુધીનો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગેરકાયદે અમેરિકા જઇ રહ્યા હોવાની આશંકાએ ફ્રાંસથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની સતત તપાસ થઇ રહી છે. જેને લઈ હવે દરરોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ દરમ્યાન CIDએ આ કેસમાં તમામ યુવકોની તપાસ બાદ તેમને મોકલનાર એજન્ટોની તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે એજન્ટો મારફતે વધુ 3 વિમાન ગેરકાયદે રીતે વિદેશ મોકલાયા હતા. 

સૌથી મોટો ખુલાસો
CID ક્રાઇમની તપાસમાં વધુ 3 વિમાનમાં ગેરકાયદે લોકોને નિકારાગુઆ મોકલાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અગાઉ 6 ડિસેમ્બરે પણ એક વિમાન દુબઇથી નિકારાગુઆ મોકલાયું હતું. ફ્રાંસમાં રોકી દેવાયેલા વિમાનના 2 દિવસ પહેલા પણ એક ચાર્ટર્ડ વિમાન રોકાયું હોવાનું સામે આવ્યું છે એજન્ટોએ મોકલેલું ચાર્ટર્ડ વિમાન જર્મનીના એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર 10 થી 12 કલાક રોકાયું હતું. 

60 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું 
આ સાથે CID ક્રાઇમની તપાસમાં 6 ડિસેમ્બરે આવેલા વિમાનમાં ફ્રાંસના રૂટના એજન્ટો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉની ઉડાનમાં 200 યાત્રકો વિમાનમાં સવાર હતા. જેમાંથી 60 ગુજરાતીઓ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં વેટ્રી અને જર્મનીની રૂટની ફ્લાઇટની વ્યવસ્થા કરનાર એજન્ટો એક જ હોવાનું સામે આવ્યું છે. જોકે હવે CIDએ સમગ્ર મામલે વધુ ગહન તપાસ હાથ ધરી એજન્ટો સાથે સંકડાયેલા તમામ શખ્સોની તપાસ શરૂ કરી છે. 

વધુ વાંચો: 12મું પાસ ગુજરાતીઓને USAમાં ઘૂસાડવાનું ષડ્યંત્ર,બોર્ડર પર પકડાય તો વકીલોની ફોજ પણ હતી તૈયાર: ફ્રાંસની ફ્લાઇટ કેસમાં નવા ખુલાસા

શું હતો સમગ્ર મામલો ? 
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ પ્લેનને ટેક ઓફ કરવાની મંજૂરી આપી ન હતી. તેઓએ માનવ તસ્કરીના શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ શરૂ કરી. આ વિમાનમાં 303 ભારતીયો સવાર હતા. જેમાંથી 276 મુસાફરો મુંબઈ પરત ફર્યા હતા. ફ્રેન્ચ તપાસકર્તાઓએ ચાર દિવસ પછી વિમાનને ઉડવાની પરવાનગી આપી. બાદમાં તે મુંબઈ પરત ફર્યું હતું. બોર્ડ પરના તમામ 27 લોકોએ ફ્રાન્સની સરકારને આત્મસમર્પણ કર્યું અને આશ્રય માંગ્યો. તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ