બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Conspiracy to smuggle 12th pass Gujaratis into USA, new revelations in France flight case

ઘટસ્ફોટ / 12મું પાસ ગુજરાતીઓને USAમાં ઘૂસાડવાનું ષડ્યંત્ર,બોર્ડર પર પકડાય તો વકીલોની ફોજ પણ હતી તૈયાર: ફ્રાંસની ફ્લાઇટ કેસમાં નવા ખુલાસા

Priyakant

Last Updated: 11:23 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

France Plane Human Trafficking Latest News: માત્ર 12મુ ધોરણ પાસ  65 ગુજરાતીઓને એજન્ટો બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા, કોની મદદ થકી પોહચ્યા તે અંગેની તપાસ CID ક્રાઈમ કરશે

  • અમેરિકામાં ઘૂસણખોરીમાં ચોક્કસગ્રુપની સંડોવણીની આશંકા
  • 10થી વધુ એજન્ટનો ડેટા CID ક્રાઈમે ભેગો કર્યો 
  • તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું 
  • 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મુ ધોરણ પાસ 

France Plane Human Trafficking : અમેરિકામાં ઘૂસણખોરીમાં ચોક્કસગ્રુપની સંડોવણી હોવાની ચોક્કસ ગ્રુપ સંડોવાયેલા હોવાની તપાસ એજન્સીને આશંકા છે. વિગતો મુજબ 10થી વધુ એજન્ટનો ડેટા CID ક્રાઈમે ભેગો કર્યો છે. આ તરફ હવે તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. વિગતો મુજબ 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મુ ધોરણ પાસ હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટો બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા. 

અમેરિકામાં ઘૂસણખોરીને લઈ તપાસ એજન્સીઓ હવે એલર્ટ મોડ પર છે. જેને લઈ હવે આ મામલે તપાસમાં ચોક્કસગ્રુપની સંડોવણી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. અમેરિકામાં ઘૂસણખોરી કેસમાં 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મુ ધોરણ પાસ હોવાનું અને તમામને રાત્રિની શીફ્ટમાં જ નોકરી કરવાની એજન્ટોએ સૂચના આપી હોવાનું સામે આવ્યું છે. 

CID ક્રાઈમ કરશે તપાસ 
આ તરફ હવે ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દુબઈ સુધી કેવી રીતે અને કોની મદદથી પહોંચ્યા તેની CID ક્રાઈમ કરશે. મહત્વનું છે કે, તમામ 65 ગુજરાતીઓ 10 થી 16 ડિસેમ્બરના ગાળામાં દુબઈ પહોંચ્યા હતા. જોકે  મેક્સિકોની બોર્ડર પર જો ઝડપાય તો ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી. જે તમામ ફસાયેલા ગુજરાતીઓ હોય કે પછી ભારતીયો હોય તેમને બચાવી શકે. 

તાજેતરમાં કથિત રીતે માનવ તસ્કરી વાળા એક પ્લેનને ફ્રાંસમાં રોકવામાં આવ્યું હતું. આ પ્લેનમાં મોટાભાગના મુસાફરો પંજાબ, હરિયાણા, ગુજરાત અને દક્ષિણ ભારતના હતા. તેમને નાના બેચમાં એરપોર્ટ છોડવાની પરવાનગી આપવામાં આવી હતી. કેટલાક લોકો બહાર આવ્યા અને કેટલાકે ડોમેસ્ટિક ટર્મિનલ તરફ ટ્રાન્ઝિટ બસ લીધી. મોટાભાગના મુસાફરો પાસે બે થી વધુ સામાન ન હતો.

અત્યાર સુધીની તપાસમાં તમામ 276 લોકો પાસે ભારતીય પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું છે. 276 મુસાફરોની સાથે 15 ક્રૂ મેમ્બર પણ દેશ પરત ફર્યા છે. આ કેસમાં એક નામ સામે આવી રહ્યું છે. આ નામ છે શીશ કિરણ રેડ્ડી. શશી કિરણ રેડ્ડી આ સમગ્ર દાણચોરીનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. હવે તે તપાસ એજન્સીઓના નિશાના પર આવી ગયો છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ એ જ શશી કિરણ છે જેનું નામ ગુજરાતના પટેલ પરિવારને ગેરકાયદેસર રીતે કેનેડા મોકલવાના કેસમાં સામે આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું કે, ભારત પરત ફરેલા મુસાફરોમાં રોમાનિયન એરલાઇન્સ પાસેથી પ્લેન ભાડે લેનાર વ્યક્તિનો સમાવેશ થતો નથી. આ જ વ્યક્તિ આ મુસાફરોને દુબઈથી મધ્ય અમેરિકાના નિકારાગુઆ વિમાનમાં લઈ જઈ રહ્યો હતો. એવી શંકા છે કે તેમને ગેરકાયદેસર રીતે નિકારાગુઆથી અમેરિકા અને કેનેડામાં ફરી વસાવવાની યોજના હતી.

વધુ વાંચો: ફ્રાંસ ફ્લાઇટ કાંડનો માસ્ટરમાઇન્ડ કોણ? શશી કિરણ રેડ્ડીનું શું છે ગુજરાત કનેક્શન? જેણે આખું વિમાન બુક કર્યું, એ જ પાછો ન આવ્યો

શું હતો સમગ્ર મામલો ? 
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ પ્લેનને ટેક ઓફ કરવાની મંજૂરી આપી ન હતી. તેઓએ માનવ તસ્કરીના શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ શરૂ કરી. આ વિમાનમાં 303 ભારતીયો સવાર હતા. જેમાંથી 276 મુસાફરો મુંબઈ પરત ફર્યા હતા. ફ્રેન્ચ તપાસકર્તાઓએ ચાર દિવસ પછી વિમાનને ઉડવાની પરવાનગી આપી. બાદમાં તે મુંબઈ પરત ફર્યું હતું. બોર્ડ પરના તમામ 27 લોકોએ ફ્રાન્સની સરકારને આત્મસમર્પણ કર્યું અને આશ્રય માંગ્યો. તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી.

કોણ છે માસ્ટર માઇન્ડ ? 
એવી આશંકા છે કે હૈદરાબાદની કોઈ વ્યક્તિ માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે. ભારતીય તપાસ એજન્સીઓ અનુસાર, શશી કિરણ રેડ્ડી તાજેતરની ઘટના સાથે જોડાયેલ હોવાની શક્યતા છે. ગત વર્ષે પણ માનવ તસ્કરીના કેસમાં રેડ્ડીનું નામ સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર શશિ કિરણ રેડ્ડી છેલ્લા 15 વર્ષથી માનવ તસ્કરીમાં સામેલ છે. તે નિકારાગુઆની ફ્લાઇટનો માસ્ટર માઇન્ડ હોવાની શક્યતા છે. રેડ્ડીનું કામ દુબઈથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા ઇચ્છતા લોકોને મોકલવાનું અને પછી ગેરકાયદેસર રીતે રોડ માર્ગે અમેરિકામાં મૂકવાનું છે.

શું છે ડીંગુચા કેસ?
હૈદરાબાદના શશિ કિરણ રેડ્ડી પણ 2022ના ડિંગુચા કેસમાં આરોપી છે. શશિ કિરણ રેડ્ડીને ડીંગુચા કેસમાં અપૂરતા પુરાવાને કારણે પોલીસે છોડી મૂક્યો હતો. ડીંગુચા કેસે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. યુએસ-કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના પટેલ પરિવારનું મોત થયું હતું. મૃતકોમાં જગદીશ પટેલ, તેની પત્ની વૈશાલી અને વિહાંગી અને ધાર્મિક નામના બે બાળકો હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ