બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / Who is the mastermind of the France flight scandal? What is Shashi Kiran Reddy's Gujarat connection?
Last Updated: 02:54 PM, 31 December 2023
ADVERTISEMENT
France Plane Human Trafficking : ફ્રાંસની ફ્લાઇટ અને ડિંગુચા કેસ વચ્ચેના કનેક્શનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં કથિત રીતે માનવ તસ્કરી વાળા એક પ્લેનને ફ્રાંસમાં રોકવામાં આવ્યું હતું. આ પ્લેનમાં મોટાભાગના મુસાફરો પંજાબ, હરિયાણા, ગુજરાત અને દક્ષિણ ભારતના હતા. તેમને નાના બેચમાં એરપોર્ટ છોડવાની પરવાનગી આપવામાં આવી હતી. કેટલાક લોકો બહાર આવ્યા અને કેટલાકે ડોમેસ્ટિક ટર્મિનલ તરફ ટ્રાન્ઝિટ બસ લીધી. મોટાભાગના મુસાફરો પાસે બે થી વધુ સામાન ન હતો.
અત્યાર સુધીની તપાસમાં તમામ 276 લોકો પાસે ભારતીય પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું છે. 276 મુસાફરોની સાથે 15 ક્રૂ મેમ્બર પણ દેશ પરત ફર્યા છે. આ કેસમાં એક નામ સામે આવી રહ્યું છે. આ નામ છે શીશ કિરણ રેડ્ડી. શશી કિરણ રેડ્ડી આ સમગ્ર દાણચોરીનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. હવે તે તપાસ એજન્સીઓના નિશાના પર આવી ગયો છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ એ જ શશી કિરણ છે જેનું નામ ગુજરાતના પટેલ પરિવારને ગેરકાયદેસર રીતે કેનેડા મોકલવાના કેસમાં સામે આવ્યું હતું.
ADVERTISEMENT
જેણે પ્લેન બુક કરાવ્યું હતું તે જ પરત ન આવ્યો
એક અધિકારીએ કહ્યું કે, ભારત પરત ફરેલા મુસાફરોમાં રોમાનિયન એરલાઇન્સ પાસેથી પ્લેન ભાડે લેનાર વ્યક્તિનો સમાવેશ થતો નથી. આ જ વ્યક્તિ આ મુસાફરોને દુબઈથી મધ્ય અમેરિકાના નિકારાગુઆ વિમાનમાં લઈ જઈ રહ્યો હતો. એવી શંકા છે કે તેમને ગેરકાયદેસર રીતે નિકારાગુઆથી અમેરિકા અને કેનેડામાં ફરી વસાવવાની યોજના હતી.
શું હતો સમગ્ર મામલો ?
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ પ્લેનને ટેક ઓફ કરવાની મંજૂરી આપી ન હતી. તેઓએ માનવ તસ્કરીના શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ શરૂ કરી. આ વિમાનમાં 303 ભારતીયો સવાર હતા. જેમાંથી 276 મુસાફરો મુંબઈ પરત ફર્યા હતા. ફ્રેન્ચ તપાસકર્તાઓએ ચાર દિવસ પછી વિમાનને ઉડવાની પરવાનગી આપી. બાદમાં તે મુંબઈ પરત ફર્યું હતું. બોર્ડ પરના તમામ 27 લોકોએ ફ્રાન્સની સરકારને આત્મસમર્પણ કર્યું અને આશ્રય માંગ્યો. તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી.
ADVERTISEMENT
આ રીતે તપાસ કરવામાં આવી
રોમાનિયાની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત આ પ્લેન 21 ડિસેમ્બરની બપોરે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રિફ્યુઅલિંગ માટે લેન્ડ થયું હતું. ફ્રેન્ચ તપાસકર્તાઓને બાતમી મળી હતી કે વિમાનમાં માનવ તસ્કરી થઈ રહી છે. તેઓએ વિમાનને અટકાવ્યું અને મુસાફરોની પૂછપરછ શરૂ કરી. ચાર દિવસ સુધી તપાસ ચાલી. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું.
કોણ છે માસ્ટર માઇન્ડ ?
એવી આશંકા છે કે હૈદરાબાદની કોઈ વ્યક્તિ માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે. ભારતીય તપાસ એજન્સીઓ અનુસાર, શશી કિરણ રેડ્ડી તાજેતરની ઘટના સાથે જોડાયેલ હોવાની શક્યતા છે. ગત વર્ષે પણ માનવ તસ્કરીના કેસમાં રેડ્ડીનું નામ સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર શશિ કિરણ રેડ્ડી છેલ્લા 15 વર્ષથી માનવ તસ્કરીમાં સામેલ છે. તે નિકારાગુઆની ફ્લાઇટનો માસ્ટર માઇન્ડ હોવાની શક્યતા છે. રેડ્ડીનું કામ દુબઈથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા ઇચ્છતા લોકોને મોકલવાનું અને પછી ગેરકાયદેસર રીતે રોડ માર્ગે અમેરિકામાં મૂકવાનું છે.
ADVERTISEMENT
શું છે ડીંગુચા કેસ?
હૈદરાબાદના શશિ કિરણ રેડ્ડી પણ 2022ના ડિંગુચા કેસમાં આરોપી છે. શશિ કિરણ રેડ્ડીને ડીંગુચા કેસમાં અપૂરતા પુરાવાને કારણે પોલીસે છોડી મૂક્યો હતો. ડીંગુચા કેસે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. યુએસ-કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના પટેલ પરિવારનું મોત થયું હતું. મૃતકોમાં જગદીશ પટેલ, તેની પત્ની વૈશાલી અને વિહાંગી અને ધાર્મિક નામના બે બાળકો હતા.
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવારને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.
ADVERTISEMENT
303 મુસાફરોમાંથી 96 ગુજરાતના
તાજેતરમાં સામે આવેલ ઘટનામાં 303 મુસાફરોમાંથી 96 ગુજરાતના હતા. છેલ્લા બે મહિનામાં રેડ્ડી પર નિકારાગુઆથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે 800 લોકોની દાણચોરી કરવાનો આરોપ છે. તે પહેલા 50 સીટર એરક્રાફ્ટમાં દાણચોરી કરતો હતો. ફ્રેન્ચ અધિકારીઓ શંકાસ્પદ હતા. તેઓએ એરપોર્ટ પર જવાની પરવાનગી નકારી હતી. ફ્લાઈટને દુબઈ પરત ફરવાનું હતું. રેડ્ડીએ 300 મુસાફરોને લઈ જતી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. તેમને આશા હતી કે તેઓને રિફ્યુઅલ કરવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ આ ધારણા ખોટી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.