બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / The accused who robbed a youth from Delhi on the pretext of asking for an address in Ahmedabad's Naranpura was caught

અમદાવાદ / કોઈ વ્યક્તિ સરનામું પૂછે તો ચેતજો, અત્તર છાંટીને લોકોને બેહોશ કરે છે મદારી બંધૂ બાદમાં.., નારણપુરામાં ચોંકાવનારું બન્યું

Dinesh

Last Updated: 11:36 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને દિલ્હીના યુવકને બેભાન કરીને લૂંટનાર આરોપી ગોવિંદ મદારી અને તેનો ભાઈ પ્રકાશ મદારીની પોલીસે ધરપકડ કરી

  • કોઈ વ્યક્તિ સરનામું પૂછે તો ચેતજો
  • સરનામું પૂછવાના બહાને ઠગી લેશે
  • અત્તર છાંટીને લોકોને કરે છે બેહોશ


અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને દિલ્હીના યુવકને બેભાન કરીને લૂંટી લીધો હતો. યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગ લૂંટારાની કરી ધરપકડ કરી છે. આરોપી ગોવિંદ મદારી અને પ્રકાશ મદારી છે બંને સગા ભાઈઓ છે અને લૂંટ, ચોરી કરવાના નિષ્ણાંત છે. 

 

રૂપિયા, કિંમતી સામાન લઈને થાય હતા ફરાર
ઘટના એવી છે કે નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીનો માર્કેટિંગ મેનેજર મુકેશ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યો હતો અને હોટેલમાં રોકાયો હતો. અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશ બીજે દિવસે વડોદરા જવા નીકળ્યા હતા. પોતાની હોટલથી મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યો હતો તે દરમિયાન નારણપુરા ઈન્કમટેકસ અંડરબ્રિજ પાસે એક કાર ચાલકે મુકેશ પાસે સરનામું પૂછવાના બહાને પોતાની કાર ઊભી રાખી અને કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મુકેશનો હાથ પકડી કહ્યું કે, તમારા હાથમાં સરસ સુગંધ આવે છે. તેમ કહેતા મુકેશએ પોતાનો હાથ સુંઘતા બેભાન થઈ ગયા હતા અને કાર ચાલકે મુકેશની સોનાની વિટી અને રોકડા રૂપિયા 18 હજાર લઇને નાસી છૂટ્યા હતા. મુકેશએ દિલ્લી પહોંચી ઓનલાઇન અરજી કરી હતી અને એક મહિના બાદ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.

લોકોને લૂંટતા મદારી બંધૂ આવ્યા સકંજામાં
પકડાયેલા આરોપી ગોવિંદ મદારી અને તેનો ભાઈ પ્રકાશ મદારીની પૂછપરછમાં સામે આવ્યું કે બંને ભાઈઓ કોઈ પણ વ્યક્તિ પાસેથી લૂટ કરવાના ઇરાદે નીકળ્યા હતા. ગોવિંદ મદારીએ શરીર ઉપર ભભૂત લગાડી હતી. સાધુ બાવા જેવો વેશ ધારણ કર્યો હતો અને હાથમાં અત્તર જેવી સુગંધિત પ્રવાહી છાંટ્યું હતું કે જેનાથી સામેની વ્યક્તિ થોડી વાર માટે બેભાન થઈ જાય. હાલતો પોલીસે મુકેશની ફરિયાદને આધારે બંને ભાઈઓની ધરપકડ કરી છે તેમજ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, બંને ભાઈઓએ અગાઉ પણ બોડકદેવ વિસ્તારમાં છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ