બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Thalapathy Vijay beats SRK, Salman Khan to become highest-paid actor in India; Sets a record with hefty fees

લાજવાબ એક્ટિંગ / શાહરુખ-સલમાન રહી ગયા પાછળ, આ એક્ટર બન્યો ભારતનો સૌથી વધુ ફી લેનારો, એક ફિલ્મના 200 કરોડ

Hiralal

Last Updated: 07:51 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથનો એક્ટર થલાપથી વિજય સૌથી વધુ ફી લેનારો એક્ટર બન્યો છે. તેણે તેની આગામી ફિલ્મ માટે 200 કરોડની જંગી ફી લીધી છે.

  • થલાપતિ વિજયે ફરકાવી દીધા એક્ટિંગમાં વાવટા
  • બન્યો સૌથી વધુ ફી લેનાર એક્ટર
  • 'થલાપથી 68' ફિલ્મ માટે 200 કરોડની ફી લીધી 

ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સૌથી વધુ ફી મેળવનાર અભિનેતા કોણ છે? વર્ષો સુધી આ સવાલના જવાબમાં ક્યારેક અક્ષય કુમાર તો ક્યારેક સલમાન ખાન તો ક્યારેક શાહરૂખ ખાનનું નામ સામે આવ્યું છે. પણ, આ વખતે નહીં. કારણ કે આ વખતે સાઉથના એક્ટરે બોલિવૂડના તમામ સુપરસ્ટાર્સને પછાડી દીધા છે. તે માત્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જ નહીં પરંતુ સમગ્ર ભારતનો સૌથી વધુ ફી લેનારો એક્ટર બની ગયો છે. 

સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા કોણ બન્યો?
થલાપથી વિજય હવે ભારતનો સૌથી વધુ ફી લેનાર એક્ટર બની ગયો છે. બે વર્ષ પહેલા સુધી વિજય પોતાની ફિલ્મો માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. પરંતુ, જ્યારે તેણે પોતાને બોક્સ ઓફિસ પર ઝંડો ફરકાવતા જોયો, ત્યારે તેણે પોતાની ફી બમણી કરી દીધી. અહેવાલો અનુસાર, હવે તે પોતાની આગામી ફિલ્મ 'થલાપથી 68' માટે 200 કરોડ રૂપિયાની ભારે ફી લઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે થલાપથી વિજય પહેલા દેશમાં કોઇ પણ કલાકારે એક ફિલ્મ માટે 200 કરોડ રૂપિયાની ફી લીધી નથી.

થલાપથીને આટલી મોટી રકમ કઈ ફિલ્મ માટે મળી રહી છે?
થલાપથી વિજયને જે ફિલ્મ માટે 200 કરોડ રૂપિયાની ફી મળી રહી છે તેનું નામ 'થલાપથી 68' રાખવામાં આવ્યું છે. વિજયના કરિયરની આ 68મી ફિલ્મ છે. કહેવામાં આવી રહ્યું છે કે થલાપથીની આ છેલ્લી ફિલ્મ પણ સાબિત થઇ શકે છે. કારણ કે આ ફિલ્મ બાદ તે રાજનીતિની દુનિયામાં પગ મુકવાનું વિચારી રહ્યો છે. જો કે આ મામલે હજુ સુધી થલાપથી વિજય તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ