ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / thalaivi-trailer-launch-kangana-ranaut-breaks-down-cried-on-stage

બોલિવૂડ / સ્ટેજ પર અચાનક જ આ વાત કરતાં કરતાં રડવા લાગી કંગના, જાણો પછી શું થયું

Published By: Nirav

Last Updated: 06:46 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હકીકતે ટ્રેલર લોન્ચ દરમિયાન કંગના રનૌત ફિલ્મના  ડાયરેક્ટર વિજયના વખાણ કરી રહી હતી, તે કહી રહી હતી કે કેવી રીતે વિજયે તેના ટેલેન્ટની કદર કરી હતી, જો કે આ પછીથી તે ભાવુક થઈ ગઈ હતી અને રડવા લાગી હતી.

ADVERTISEMENT

  • વાત કરતાં કરતાં જ અચાનક રડી પડી કંગના 
  • તેની ફિલ્મ થલાઇવીના ટ્રેલર લોન્ચિંગ વખતે બની આ ઘટના 
  • કંગના રનૌત ફિલ્મના  ડાયરેક્ટર વિજયના વખાણ કરી રહી હતી

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને તેના બિન્ધાસ્તપણા અને બોલ્ડનેસ માટે ઓળખવામાં આવે છે, તે હંમેશા કોઈ પણ વિષય પર તેના વિચારો ખૂલીને શેર કરતી હોય છે, આજકાલ તે ટ્વિટર પર પણ ખાસ્સી એક્ટિવ હોય છે, જો કે તેની ફિલ્મ થલાઇવીના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન તેના વ્યક્તિત્વની એક અલગ જ સાઈડ જોવા મળી હતી, આ કાર્યક્રમમાં એક સમયે વાત કરતાં કરતાં કંગના ઘણી ઈમોશનલ થઈ ગઈ હત અને રડવા લાગી હતી. 

મંચ પર જ ભાવુક થઈને રડી પડી કંગના

હકીકતે થલાઇવીના ટ્રેલર લોન્ચ પ્રસંગે કંગના રનૌત આ ફિલ્મના ડાયરેક્ટર વિજયની પ્રશંસા કરી રહી હતી કે કેવી રીતે તેણે તેની અંદર છૂપાયેલા ટેલેન્ટને ઓળખી કાઢ્યું, અને બહાર લઈ આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે વિજયે હંમેશા તેને મોટિવેટ કરી છે, જો કે આના પછી કંગના રનૌત ઈમોશનલ થઈ ગઈ હતી અને રડવા લાગી હતી, અને આના પછી અભિનેત્રી કઈં પણ બોલી શકી નહોતી અને સીટ પર જઈને બેસી ગઈ હતી. સોશિયલ મીડિયા પર કંગના રનૌતનો આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

આ મામલે કંગનાએ ટ્વિટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે હું પોતાને બબ્બર શેરની કહેવાનું પસંદકરું છું કેમ કે હું ક્યારેય રડતી નથી, મેં કોઈને પણ એવો અધિકાર નથી આપ્યો કે તે મને રડાવી શકે, મને યાદ પણ નહીં કે છેલ્લે હું ક્યારે રડી હતી, પરંતુ આજે હું રડી, ઘણું રડી, અને આ ઘણું સારું થયું. #ThalaiviTrailer 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Thalaivi film actress kangna ranaut કંગના રનૌત Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ