બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / tesla loses 126 billion after elon musk twitter deal

બિઝનેસ / જેટલામાં ટ્વિટર ખરીદ્યું એના કરતાં અનેક ગણું નુકસાન તો TESLA માં થઈ ગયું, જાણો કેમ મુશ્કેલીમાં ફસાયા એલન મસ્ક

Dhruv

Last Updated: 11:15 AM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કની ટેસ્લાને 126 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે. જેના લીધે રોકાણકારોમાં ચિંતા વધી છે.

  • ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કને TESLAમાં મોટું નુકસાન
  • મંગળવારે ટેસ્લાને 126 બિલિયન ડૉલરનું નુકસાન થયું
  • ટેસ્લા ટ્વિટર ડીલમાં સામેલ નથી, છતાં તેના શેર અંગે લોકોમાં મૂંઝવણ

એલન મસ્ક અને ટ્વિટર વચ્ચેની ડીલ (કરાર) બાદ રોકાણકારોની ચિંતા વચ્ચે ટેસ્લા ઇન્કને મંગળવારે 126 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. રોકાણકારો ચિંતિત હતા કે ચીફ એક્ઝિક્યુટિવ એલન મસ્કને ટ્વિટર ઇન્કના 44 બિલિયન ડૉલરની ખરીદી માટે ટેસ્લાના શેર વેચવા પડશે. જો કે ટેસ્લા ટ્વિટર ડીલમાં સામેલ નથી, તેમ છતાં તેના શેર અંગે લોકોમાં મૂંઝવણ છે. કારણ કે મસ્કે સાર્વજનિક રીતે આ ખુલાસો કરવાથી ઇનકાર કરી દીધો હતો કે સંપાદન માટે તેઓની પાસે ભંડોળ ક્યાંથી આવશે.

મંગળવારે ટેસ્લાને 126 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું

જ્યાર બાદ મંગળવારે ટેસ્લાના શેર 12.2% તૂટ્યા હતા અને ટેસ્લાને 126 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. મંગળવારે ટ્વિટરના શેરમાં પણ 3.9 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, સોમવારે એલન મસ્કે તેને 54.20 ડૉલર પ્રતિ શેર રોકડમાં ખરીદવા માટે સહમતિ વ્યક્ત કરી હતી. નિષ્ણાંતો કહે છે કે, ટેસ્લાના શેરમાં ઘટાડો મસ્કને ટ્વિટર માટે જરૂરી ભંડોળને પહોંચી વળવા અન્ય વિકલ્પ પર વિચાર કરવા દબાણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, સોમવારે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અને ટ્વિટર વચ્ચેની ડીલ ફાઈનલ થઈ ગઈ હતી. ડીલ ફાઇનલ થઇ ગયા બાદ મસ્કે ટ્વિટ કર્યું હતું કે, "હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ આલોચકો પણ ટ્વિટર પર યથાવત રહેશે, કારણ કે સ્વતંત્ર ભાષણનો અર્થ જ આ છે."

તેઓ ટ્વિટરને વધારે નવા ફીચર્સ સાથે બનાવવા ઇચ્છે છે : એલન મસ્ક

અમેરિકન અબજોપતિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક (Elon Musk) એ Twitter ને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધા બાદ તેઓ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'તેઓ ટ્વિટરને વધારે નવા ફીચર્સ સાથે બનાવવા ઇચ્છે છે.'

તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'કોઈ પણ લોકશાહીને કામ કરવા માટે ભાષણની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. Twitter એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે કે જ્યાં માનવતાના ભવિષ્ય પર ચર્ચા થાય છે. ટ્વિટરને તેઓ નવા ફીચર્સ સાથે વધારે સારું બનાવવા ઇચ્છે છે. તેઓ તેના અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસને વધારવા ઇચ્છે છે. તેઓ સ્પૈમ બોટ્સને દૂર કરી તમામ અધિકૃત માનવને આ પ્લેટફોર્મ પર રાખવા માંગે છે.'

યુઝર્સ 280થી વધુ અક્ષરો પોસ્ટ કરી શકશે તેવાં ફીચર્સ પર વિચારણા

આ સિવાય ટ્વિટર પોતાના ડાયરેક્ટ મેસેજને પાવરફુલ બનાવવા પર પણ કામ કરી શકે છે. તેને શોધી શકાય તેવી અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ તરીકે ડિઝાઇન કરી શકાય. કંપની પોતાના સૌથી વધુ ડિમાન્ડવાળા લાંબા ટ્વિટના ફીચરને પણ બહાર પાડી શકે છે. આ સાથે, યુઝર્સ 280થી વધુ અક્ષરો પોસ્ટ કરી શકશે. ઘણાં લોકો એવું માને છે કે, ટ્વિટરે Communities ફીચર પર પણ કામ કરવાની જરૂર છે. આ સાથે, તેઓ ટાઈમલાઈન પર પોતાની મનપસંદ વસ્તુઓ જ જોઈ શકશે. તેમાં, અન્ય લોકો સાથે વાતચીત કરવાની વધુ રીતો આપી શકાય છે.

CEO અગ્રવાલે કર્મચારીઓને કહ્યું, 'કંપનીનું ભવિષ્ય અંધારામાં'

એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બનતા જ CEO પરાગ અગ્રવાલે કહ્યું હતું કે, 'એલન મસ્કની ખરીદી બાદ કંપનીનું ભવિષ્ય અંધકારમાં આવી જશે.' કંપની દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલી માહિતીમાં એમ કહેવામાં આવ્યું કે, મસ્ક ટૂંક સમયમાં જ સવાલ-જવાબ સેશન માટે ટ્વિટર સ્ટાફને મળશે. જો કે તેની તારીખ હજુ સુધી જાણી શકાઈ નથી. રિપોર્ટ અનુસાર, પરાગ અગ્રવાલ આ મીટિંગમાં મસ્કની કંપનીની યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કર્મચારીઓને કાઢી મૂકવા જેવા સવાલોના જવાબ આપ્યા છે. જો કે, મસ્કે એ સ્પષ્ટ કરી દીધું છે કે કંપનીમાંથી કોઇને પણ બહાર નીકાળવાની યોજના તેઓએ નથી બનાવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ