બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Temperatures dropped by 3 degrees overnight as a Western Disturbance formed

ગુજરાત / રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, જાણો સૌથી ઠંડુ શહેર કયું

Priyakant

Last Updated: 07:46 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઠંડા પવનોની પેટર્ન બદલાઇ, સિઝનમાં પ્રથમ વખત ઠંડી 10 ડિગ્રીએ પહોંચી શકે

  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વધી ઠંડીં
  • બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઠંડા પવનોની પેટર્ન બદલાઇ 
  • એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, સિઝનમાં પ્રથમ વખત ઠંડી 10 ડિગ્રીએ પહોંચી શકે
  • અમદાવાદમાં 10થી 12 ડિગ્રી તો 10.2 ડિગ્રી સાથે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગઇકાલે રાતથી જ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઠંડીં વધી છે. બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઠંડા પવનોની પેટર્ન બદલાઇ છે. જોકે ગઇકાલે નોંધપાત્ર રીતે એક રાતમાં જ તાપમાન 3 ડિગ્રી ગગડ્યું હતું. જોકે હવે સિઝનમાં પ્રથમ વખત ઠંડી 10 ડિગ્રીએ પહોંચી શકે છે. 

ગુજરાતમાં ગઇકાલે રાત અને આજે સવારે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમ્યાન અમદાવાદમાં ઠંડીનો પારો 10થી 12 ડિગ્રીની વચ્ચે પહોંચ્યો છે. તો વળી 10.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જોકે ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ તાપણાનો સહારો લીધો હતો. જોકે હજુ પણ ઠંડી વધવાની શકયતા હોવાનું સામે આવ્યું છે. 
 
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો

  • અમદાવાદમાં 12.8 ડિગ્રી
  • અમરેલીમાં 14.5 ડિગ્રી
  • વડોદરામાં 13.2 ડિગ્રી
  • ભાવનાગમાં 17 ડિગ્રી
  • ભુજમાં 12 ડિગ્રી
  • ડીસામાં 13.5 ડિગ્રી
  • ગાંધીનંગમાં 11.9 ડિગ્રી
  • જૂનાગઢમાં 14.5 ડિગ્રી
  • કંડલામાં 15 ડિગ્રી
  • નલિયામાં 8.4 ડિગ્રી
  • પાટણમાં 13.5 ડિગ્રી
  • પોરબંદરમાં 15.8 ડિગ્રી
  • રાજકોટમાં 13.6 ડિગ્રી
  • સુરતમાં 17.8 ડિગ્રી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ