બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા ઘરનું સ્માર્ટ TV જ તમારું દુશ્મન! ચોરી છુપેથી કરી રહ્યું છે તમારી જાસૂસી

જાણી લેજો / તમારા ઘરનું સ્માર્ટ TV જ તમારું દુશ્મન! ચોરી છુપેથી કરી રહ્યું છે તમારી જાસૂસી

Priykant Shrimali

Last Updated: 07:42 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smart TV : શું તમે જાણો છો કે આ સ્માર્ટ સુવિધાઓની પાછળ આપણા ખાનગી જીવન પર જોખમ પણ છુપાયેલું છે? અહીં જાણો બચવાના ઉપાય

Smart TV : આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી દિવસે-દિવસ જીવનશૈલી બદલાઈ રહી છે. તેની જ એક બાબત છે સ્માર્ટ TV. એક સમય હતો જ્યારે ટીવી માત્ર મનોરંજનનું સાધન હતું, હવે તે ઈન્ટરનેટ સાથે જોડાઈને આપણા જીવનનો ભાગ બની ગયું છે. સ્ટ્રીમિંગ એપ્સ, બિલ્ટ-ઇન કેમેરા અને માઇક જેવી સુવિધાઓ સાથે સ્માર્ટ ટીવી હવે ઘરના મોટાભાગના ખૂણાઓમાં પહોંચ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્માર્ટ સુવિધાઓની પાછળ આપણા ખાનગી જીવન પર જોખમ પણ છુપાયેલું છે?

તમારા ટીવીમાંથી ડેટા એકત્રિત થવાનું શરૂ થઈ ગયું છે ?

મોબાઈલ ફોનની જેમ, સ્માર્ટ TV પણ વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે. ઘણી વખત આપણે એ વિચારતા પણ નથી કે જે ટીવી પર શો, ફિલ્મ કે વીડિયો જોઈ રહ્યા છીએ, તેની માહિતી પણ રેકોર્ડ થઈ રહી છે.

શું છે ACR ટેક્નોલોજી?

ACR એટલે Automatic Content Recognition-smart TVમાં રહેલી એ ફીચર છે જે તમે ટીવી પર શું જોઈ રહ્યા છો તે ઓળખે છે અને તેનું રેકોર્ડ રાખે છે. તમારું પસંદગીના કાર્યક્રમો, જોવાણો સમયગાળો, કઈ ભાષામાં જુઓ છો આ બધું એકત્રિત કરીને તમારી એક ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરે છે. આ માહિતી જો ખોટા હાથે પહોંચી જાય તો તેના દુરુપયોગની શક્યતા ટાળી શકાય નહીં. કોઈ તમારી પસંદગીઓ, ટેવ અને સમયનો ઉપયોગ કરીને હેકિંગ, બ્લેકમેઇલિંગ કે સાયબર જાસૂસી કરી શકે છે.

કેમેરા અને માઇક

ઘણા સ્માર્ટ TVમાં બિલ્ટ-ઇન કેમેરા અને માઇક્રોફોન હોય છે જે સૈદ્ધાંતિક રીતે તો વીડિયો કોલ, વોઇસ કમાન્ડ અને અન્ય સુવિધાઓ માટે છે. પણ જો કોઇ સાયબર ગુનેગાર તમારા ટીવીને હેક કરી લે તો તે કેમેરા અને માઇક મારફતે તમારા ઘરની અંદર નજર રાખી શકે છે.

હવે જાણીએ FBI ની ચેતવણી વિશે

અમેરિકાની ગુપ્તચર એજન્સી FBIએ પણ વારંવાર ચેતવણી આપી છે કે, સ્માર્ટ TV આપણે જાણીએ નહીં ત્યારે પણ વાતો સાંભળી શકે છે અને કેમેરા મારફતે જોઈ શકે છે. તેથી ઘરના ગોપનિય સ્થાનોમાં આવા ડિવાઈસની હાજરી એક જોખમ બની શકે છે.

આ પણ વાંચો : 9થી વધુ સિમકાર્ડ નીકળ્યા તમારા નામે તો થઇ શકે છે 50 હજારનો દંડ, આ રીતે કરો ચેક

કેવી રીતે બચાવવી પોતાની ગોપનીયતા?

  • તમારા ટીવીની માહિતી શોધો
  • ટીવીના મોડેલ નંબરના આધારે ઇન્ટરનેટ પર શોધો કે તેમાં કયા કયા ફીચર્સ છે, જેમ કે ACR, મિક્રોફોન, કેમેરા વગેરે.
  • જરૂરી હોય તો જ કેમેરા-માઇકવાળો મોડેલ ખરીદો
  • ભવિષ્યમાં ટીવી ખરીદતા પહેલાં વિચાર કરો કે ખરેખર તમને કેમેરો અને માઇકની જરૂર છે? જો ન હોય તો એ સુવિધા વગરના મોડેલ પસંદ કરો.
  • બિનજરૂરી સુવિધાઓ બંધ કરો
  • ટીવીના સેટિંગ્સમાં જઈને ACR, મિક્રોફોન અને કેમેરા જેવી સુવિધાઓને off કરો.
  • કેમેરાને ફિઝિકલી ઢાંકી દો
  • જ્યારે ટીવી ઉપયોગમાં ન હોય ત્યારે કેમેરા પર કાળી ટેપ લગાવી દો. ઘણી કંપનીઓ અલગથી શટર પણ આપે છે તેનો ઉપયોગ કરો.
  • પ્રાઇવસી પૉલિસી વાંચો
  • ટીવી ઉત્પાદક અને સ્ટ્રીમિંગ સર્વિસની ગોપનીયતા નીતિ (privacy policy) ધ્યાનથી વાંચો. જાણો કે તેઓ તમારાથી કયો ડેટા એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smart TV Technology Mobile Phone
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ