બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી UPI એપ જ જણાવી દેશે કસ્ટમરની સંપૂર્ણ કુંડળી, જાણો ફાયદાથી લઇને સાવધાની
Last Updated: 03:24 PM, 26 May 2025
UPI દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરતા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ આવનાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ 30 જૂન 2025થી એક નવો નિયમ લાગુ કરશે. જેમાં હવે ફક્ત Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સ પર રીસીવરના બેંક ખાતામાં રહેલું નામ જ દેખાશે. હાલમાં UPI ટ્રાન્ઝેક્શન દરમિયાન, રીસીવરનું નામ એ જ હોય છે જે યુઝરે તેના ફોનની કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કર્યું હોય છે. સાયબર ગુનેગારો તેનો ફાયદો ઉઠાવે છે અને નકલી અથવા ભ્રામક નામોનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી આચરે છે.
ADVERTISEMENT
NPCIએ છેતરપિંડી અટકાવવા અને ટ્રાન્ઝેક્શન્સને સુરક્ષિત બનાવવા માટે આ મહત્વનું પગલું ભર્યું છે. નવા નિયમ મુજબ જ્યારે કોઈ યુઝર્સ મોબાઇલ નંબર, UPI ID અથવા QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે છે ત્યારે યુઝર્સનું નામ તેના બેંક રેકોર્ડમાં નામ મુજબ સ્ક્રીન પર દેખાશે. મતલબ કે, યુઝર્સ દ્વારા સેવ કરાયેલ નામો હવે દેખાશે નહીં. આ નિયમ પર્સન-ટુ- પર્સન (P2P) અને પર્સન-ટુ- મર્ચંટ (P2M) ટ્રાન્ઝેક્શન્સ બંને પર લાગુ થશે.
ADVERTISEMENT

આ થશે ફેરફારના ફાયદા
સાચું નામ દર્શાવવાથી નકલી અથવા ગેરમાર્ગે દોરનારા નામો અટકાવવામાં મદદ મળશે. જેથી છેતરપિંડી અટકાશે, યુઝર્સ હવે વ્યવહાર પહેલાં અસલી રીસીવરની ઓળખી શકશે, એક સમાન નામોને કારણે ખોટા વ્યક્તિને પૈસા મોકલવાની શક્યતા ઘટશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.