ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:50 AM, 8 January 2026
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી 20 મેચની સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો વાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી તિલક વર્મા ઈજાગ્રસ્ત થયો છે. વિજય હજારે ટ્રોફી દરમિયાન તેને પેટમાં દુખાવો થયો હતો ત્યારપછી તેમને રાજકોટની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ટી 20 સિરીઝ સાથે ટી 20 વર્લ્ડકપમાંથી પણ બહાર થઈ શકે છે.
ADVERTISEMENT
ICC ટી 20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ખેલાડી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. આ ઉપરાંચ ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી 20 મેચની સિરીઝમાં પણ તેમનું રમવાનું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તિલક વર્માને ઈજા પહોંચી છે જેના કારણ તેમને સર્જરી કરાવવી પડશે. એવામાં ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ માટે તેમના રિપ્લેસમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે તિલક વર્માની જગ્યા ટીમમાં ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલને ચાન્સ મળી શકે છે.

ADVERTISEMENT
રાજકોટમાં વિજય હજારે ટ્રોફી રમવા માટે ગયેલા તિલક વર્માને બુધવારે સવારે નાસ્તા પછી પેટમાં જોરદાર દુખાવો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે તેમને બેંગલુરુમાં આવેલા સેન્ટર ઓફ એક્સીલેન્સના ડોક્ટર્સ પાસેથી સલાહ લઈને રાજકોટની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઘણા સ્કેન કરવામાં આવ્યા અને રિપોર્ટ સીઈઓના ડોક્ટર્સને મોકલી દેવાયો.
ADVERTISEMENT
ડોક્ટર્સે તિલક વર્માને સર્જરી કરવાની સલાહ આપી છે. એવામાં તિલક વર્માને રિકવર થતા ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગી શકે છે. એવામાં ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં તે રમી શકે તેવી શક્યતાઓ ઓછી છે. જો કે ટીમ ઈન્ડિયાને ચિંતા ટી 20 વર્લ્ડકપ અંગે છે પણ સારી વાત તો એ છે કે ભારતીય ટીમની ઓપનિંગ મેચ અમેરિકાથી છે. એવામાં તિલક આ મેચમાં નહીં રમે તો વધારે ફરક નહીં પડે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્યારથી શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ? જુઓ ભારતમાં ક્યાં અને કેવી રીતે જોઇ શકશો Live સ્ટ્રીમિંગ
ICC T20 વર્લ્ડ કપ આવતા મહિને 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. તિલક પાસે એક મહિનાનો સમય છે. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે. ડોક્ટરોના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તિલક વર્મા ઘરેલુ T20 સિરીઝની શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT