બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ક્યારથી શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ? જુઓ ભારતમાં ક્યાં અને કેવી રીતે જોઇ શકશો Live સ્ટ્રીમિંગ

WPL 2026 Schedule / ક્યારથી શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ? જુઓ ભારતમાં ક્યાં અને કેવી રીતે જોઇ શકશો Live સ્ટ્રીમિંગ

Jinal Chauhan

Last Updated: 11:31 AM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વુમન્સ પ્રીમિયર લીગ 2026ની ચોથી સિઝન 9મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઓપનિંગ મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે.

મહિલા ક્રિકેટરના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ છે. મહિલા પ્રીમિયર લીગ 2026ની રાહ જોઈ રહેલા લોકો માટે આ સમાચાર છે.ટૂર્નામેન્ટની ચોથી સિઝન 9મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને આ વખે પણ રોમાંચ મોટી મેચ અને સ્ટાર ખેલાડીઓની ટક્કર જોવા મળસે. જો તમે પણ WPL 2026ની માહિતી મેળવવા માંગતા હોવ તો આ તમારા માટે જ છે.

WPL 2026 ક્યારે શરૂ થશે?

મહિલા પ્રીમિયર લીગ 2026 9 જાન્યુઆરીએ શરૂ થવાની છે. પહેલી મેચ નવી મુંબઈમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મજબૂત ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા સમાચારમાં રહે છે જેના કારણે પહેલી મેચ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

મહિલા પ્રીમિયર લીગની ત્રણ સીઝન અત્યાર સુધી રમાઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે બે વાર ટાઇટલ જીત્યું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક વાર જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સ પણ દરેક સીઝનમાં શાનદાર પરફોર્મસ કરી ચુરી છે અને સતત ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યું છે જોકે તેઓ હજુ સુધી ટ્રોફી જીતી શક્યા નથી.

લાઇવ મેચ ક્યાં જોઈ શકશો

ચાહકો WPL 2026 ની બધી મેચો તેમના ઘરના આરામથી સરળતાથી જોઈ શકે છે. ટુર્નામેન્ટનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. મોબાઇલ અને ઓનલાઈન દર્શકો માટે, બધી મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને તેની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

vtv app promotion

આ પણ વાંચોઃ IPLમાંથી બહાર થનાર મુસ્તફિજુર રહેમાનની નેટવર્થ જાણીને તમે પણ ચોંકશો

કેટલી ટીમો ભાગ લેશે?

મહિલા પ્રીમિયર લીગ 2026 માં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં શામેલ છે

  • મુંબઈ ઇન્ડિયન્સ
  • દિલ્હી કેપિટલ્સ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • ગુજરાત જાયન્ટ્સ
  • યુપી વોરિયર્સ

આ સિઝનમાં કુલ 22 મેચ રમાશે, જેનાથી ચાહકોને ભરપૂર ઉત્સાહ મળશે.

મેચનો સમય અને ફાઇનલ તારીખ

ટુર્નામેન્ટમાં બે પ્રકારની મેચો હશે. બપોરના મેચો બપોરે 3 વાગ્યે શરૂ થશે, જ્યારે સાંજના મેચો સાંજે 7:30 વાગ્યે રમાશે. એલિમિનેટર અને ફાઇનલ માટે વડોદરાની પસંદગી કરવામાં આવી છે. WPL 2026 ફાઇનલ 5 ફેબ્રુઆરીએ રમવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WPL 2026 schedule MI vs RCB women Women’s Premier League 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ