બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Team India preparing to make history in football as well: Defeat Lebanon and enter the final

SAFF Championship / ફૂટબોલમાં પણ ઈતિહાસ રચવાની તૈયારીમાં ટીમ ઈન્ડિયા: લેબનાનને હરાવી ફાઇનલમાં એન્ટ્રી, જુઓ કયા દેશ સામે થશે ટક્કર

Priyakant

Last Updated: 07:45 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SAFF Championship 2023 News: ભારતીય ફૂટબોલ ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને 4-2થી  હરાવી SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી

  • ફૂટબોલમાં પણ ઈતિહાસ રચી શકે છે ટીમ ઈન્ડિયા
  • ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી 
  • ભારતીય ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને 4-2થી હરાવ્યું 
  • ફાઈનલ મેચમાં ભારતનો સામનો કુવૈત સામે થશે 

ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વાત જાણે એમ છે કે, શનિવારે એટલે કે 1 જુલાઇએ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને 4-2થી હરાવ્યું હતું. ભારતની જીતનો હીરો ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુ હતો કે, જેણે શૂટઆઉટમાં કેટલાક શાનદાર બચાવ કર્યા હતા. 

આ મેચમાં નિર્ધારિત અને વધારાના સમય બાદ બંને ટીમો 0-0 થી બરાબરી પર હતી, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો.  પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનના બે પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જ્યારે વાલિદ અને ખલીલ બદરે જ ગોલ કર્યા હતા. ભારત તરફથી ચારેય પ્રયાસો સફળ રહ્યા હતા. યજમાન ટીમ તરફથી કેપ્ટન સુનીલ છેત્રીએ પ્રથમ પેનલ્ટી કિક લીધી હતી. ત્યારબાદ અનવર અલી, મહેશ સિંહ અને ઉદંતા સિંહે પણ ગોલ કરવાની તક ગુમાવી ન હતી. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો કુવૈત સામે થશે. કુવૈતે વધારાના સમયમાં બાંગ્લાદેશને 1-0થી હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી.

ભારતે પાકિસ્તાનને પણ હરાવ્યું હતું 
મહત્વનું છે કે, ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે નેપાળને 2-0થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી ભારતે ત્રીજી લીગમાં કુવૈત સામે 1-1થી ડ્રો રમી હતી. ભારત અને કુવૈત બંને સાત પોઈન્ટ સાથે સમાપ્ત થયા, પરંતુ કુવૈત વધુ સારી ગોલ એવરેજના આધારે ગ્રુપ-એમાં ટોચ પર છે.

ટીમ ઈન્ડિયા 13મી વખ SAFF ફાઇનલમાં પહોંચી
ભારતીય ટીમ 13મી વખત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તે આઠ વખત ચેમ્પિયન બની ચૂકી છે જ્યારે ચાર વખત તે રનર્સઅપ રહી હતી. 2003 સિવાય ભારત દરેક વખતે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. હવે ભારતીય ટીમ નવમી વખત આ SAFF ચેમ્પિયનશિપ જીતવા માંગશે.

ભારત અને લેબનોનની મેચમાં કોણે શું કર્યું ? 

  • સુનીલ છેત્રી (ભારત)-ગોલ
  • હસન માતુક (લેબનોન)-પેનલ્ટી મિસ
  • અનવર અલી (ભારત)-ગોલ
  • વાલિદ એસ. (લેબનોન)-ગોલ
  • એન. મહેશ સિંઘ (ભારત)-ગોલ
  • મોહમ્મદ સાદિક (લેબેનોન)-ગોલ
  • ઉદંતા સિંઘ (ભારત)-ગોલ
  • ખલીલ બદર (લેબેનોન)-પેનલ્ટી મિસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ