બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Teachers are again on the path of agitation regarding various outstanding demands

આંદોલન / આરોગ્યકર્મીઓ બાદ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી, પડતર માંગોને લઈને આજે કલેક્ટર કચેરીએ કરશે રજૂઆત

Malay

Last Updated: 08:06 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની વિવિધ પડતર માંગોને લઇ ફરી એકવાર શિક્ષકોએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે. આજે રાજ્યભરના શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરશે. આ ઉપરાંત રાજ્યના 7 ઝોન કક્ષાએ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

  • રાજ્ય સરકાર સામે શિક્ષકોનું આંદોલન
  • આજે કલેક્ટર કચેરીએ ખાતે કરશે રજૂઆત
  • 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો માસ CL પર ઉતરશે 

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારે એક બાદ એક આંદોલન અને હડતાળનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં પોલીસ ગ્રેડ પે જેવા મોટા મુદ્દા પર સમાધાન લાવવા પ્રયાસ કરાયો ત્યાં આરોગ્ય કર્મીઓ પણ માંગ લઈને હડતાળ પર હતા, તલાટીઓમાં પણ નારાજગી હતી. એવામાં શિક્ષકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને આગામી સમયે વિવિધ માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.

7 ઝોન કક્ષાએ રેલીનું પણ આયોજન

આજે શિક્ષકો પોતાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરશે. આ સાથે 7 ઝોન કક્ષાએ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો એક સાથે રજા પર ઉતરશે. જે બાદ પણ સમાધાન ન આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેનડાઉન કાર્યક્રમ અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. વિવિધ માગોને લઈને શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર તેમની માગ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ આંદોલન શરૂ રાખશે.

શું છે શિક્ષકોની મુખ્ય માંગણી 

આમ તો શિક્ષકોની 15 જેટલી માંગો છે જેના માટે આંદોલન થઈ રહ્યું છે પરંતુ સૌથી મુખ્ય જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાને લઈને છે. નોંધનીય છે કે જૂની અને નવી પેન્શન યોજનાને લઈને દેશના અનેક જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યા છે અને બિનભાજપ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ પણ કરી દેવામાં આવી છે. નવી પેન્શન યોજનામાં ખૂબ ઓછું પેન્શન મળતું હોવાથી સરકારી કર્મીઓમાં રોષ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ