બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Teacher suspended for raping female teacher of Eklavya Model Residential School Bhiloda

ખળભળાટ / શરમજનક: શિક્ષિકાને વિશ્વાસમાં લઈ બાઇક પર બેસાડી અવાવરું જગ્યાએ શિક્ષકે આચર્યું મરજી વિરૂદ્ધ દુષ્કર્મ, આરોપી જેલહવાલે

Malay

Last Updated: 02:07 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભિલોડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાની શિક્ષિકા પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને કરાયો સસ્પેન્ડ, ટીંટોઈ પોલીસે લંપટને ઝડપી ધકેલી દીધો જેલમાં.

  • ભિલોડા તાલુકામાં શિક્ષિકા સાથે દુષ્કર્મ મામલો 
  • એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાની શિક્ષિકા સાથે દુષ્કર્મ 
  • આરોપી શિક્ષક અર્જનસિંહ સિસોદિયાને કરાયો સસ્પેન્ડ 
  • શાળાની જ શિક્ષિકા સાથે આરોપીએ આચર્યુ હતું દુષ્કર્મ 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું હોવાની શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. હાલ લંપટ શિક્ષકને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. 

તિહાડ જેલ: કયો કેદી ક્યાં રહેશે? જાણો કેવી રીતે થાય છે નક્કી? ગુનેગારોને  અપાય છે આ સુવિધા | Tihar Jail This is how it is decided which prisoner will  stay where Prisoners
ફાઈલ ફોટો

શિક્ષિકા પર આચર્યું હતું દુષ્કર્મ
પ્રાપ્ત વિગતો અનુસાર, શામળાજી-ભિલોડા રોડ ઉપર શામલપુર ગામની સીમમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સરકારી શાળામાં ફરજ બજાવતા વિજયનગરના ડગલા ગામના શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા નામના શિક્ષકે આ જ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાને વિશ્વાસમાં લઈને બે દિવસ અગાઉ સાંજે પોતાની બાઇક પર બેસાડી ખોડંબાથી કુસકી તરફના રોડ ઉપર લઈ જઈ તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ટીંટોઈ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ 
જે બાદ શિક્ષિકાએ શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા વિરુદ્ધ મોડાસાના ટીંટોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિજયનગરના ડગલા ગામના લંપટ શિક્ષક શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

લંપટ શિક્ષકને કરાયો સસ્પેન્ડ
શિક્ષિકાની ફરિયાદ બાદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેને ટીંટોઈ પોલીસની ટીમે ઝડપી સબજેલના હવાલે કર્યો છે. શિક્ષણ જગતને કલંક લગાડતી આ ઘટના બાદ શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ