બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / teacher rapes four year girl who went to tuition in Delhi

આક્રોશ / 4 વર્ષની માસૂમ પર ટ્યુશન ટીચરે રેપ કર્યો, હોળી પર બગડ્યો માહોલ, જોરદાર તોડફોડ

Ajit Jadeja

Last Updated: 09:12 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં શનિવારે ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યુ

દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં શનિવારે ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યુ છે. રોષે ભરાયેલા લોકોએ વાહનોની તોડફોડ કરી હતી. બળાત્કારની ઘટના બહાર આવતા લોકો આરોપીના ઘરની બહાર એકઠા થવા હતા. લોકોએ આરોપીના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આરોપીના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરી છે તેમજ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે આ વિસ્તારમાં લોકો એકઠા થતા પરિસ્થિતિ તંગ બનવા લાગી હતી જેને લઇ પોલીસનો મોટો કાફલો વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો છે. 

દિલ્હીમાં રેપની ઘટના આવ્યા બાદ અફવાનું બજાર પણ રવિવારે ગરમ રહ્યુ હતું. ત્યારેક બાળકીના મોતના તો ક્યારેક આરોપીને છોડી દેવાયાની ચર્ચા જોવા મળી હતી. લોકોમાં આ ઘટના બાદ ઘણો આક્રોશ જોવા મળ્યો હતો. અર્ધ લશ્કરી દળોને અહી ઉતારી દેવાયા છે તેમ છતાં રવિવારે મોડી સાંજ સુધી ઘટના સ્થળે તંગદિલીનો માહોલ રહ્યો હતો.  થોડી થોડી વારે એકઠી થતી ભીડ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવતુ હતું. બીજી તરફ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ વારંવાર લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

ટોળાએ રસ્તો બ્લોક કરી દીધો

રોષે ભરાયેલા ટોળાએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને ત્યાંથી પસાર થતા બે વાહનોને તોડ્યા હતા. ટોળાએ આરોપીના ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોકોએ માંગ કરી હતી કે મહિલા શિક્ષકના પતિની પણ ધરપકડ કરવામાં આવે. આ પછી પોલીસે સુરક્ષાના કારણોસર આરોપીના પરિવારજનોને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

દિલ્હીમાં કાયદો વ્યવસ્થા સ્થિતિ પર ઉઠ્યા સવાલ

એકઠા થયેલા લોકોની સાથે રાજકિય પક્ષોના કાર્યકર્તા પણ જોડાયા હતા અને તેમણે રેપ પિડિત છોકરીને ન્યાય માટે માગ કરી હતી. અને પોલીસ સ્ટેશનના ઘેરાવાની ચિંમકી ઉચ્ચારી હતી. પાંડવ નગર ઘટના બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. રવિવારે સાંજે પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પાર્ટીના ધારાસભ્ય કુલદીપ કુમાર અને પ્રવક્તા રીના ગુપ્તાએ કહ્યું હતું કે આ ઘટના ચોંકાવનારી છે.  દિલ્હીમાં મહિલાઓ પર સતત ગુનાહિત ઘટનાઓ બની રહી છે, પરંતુ પોલીસ તેને રોકવામાં નિષ્ફળ રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના કાર્યાલયને સીલ કરવા અને ધારાસભ્યો પર નજર રાખવા માટે પોલીસ તૈનાત કરી છે. કુલદીપ કુમારે કહ્યું કે હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ક્યાંય વિરોધ ન કરી શકે તે માટે દિલ્હી પોલીસ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દર્શકોએ હાર્દિક પંડયાને ખીજવ્યો, ઢોલના તાલે જોરશોરથી લગાવ્યા રોહિત રોહિતના નારા, જુઓ વીડિયો

 

શું છે સમગ્ર મામલો

શનિવારે દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં ટ્યુશન માટે ગયેલી ચાર વર્ષની માસૂમ બાળકી પર ટ્યુશન સેન્ટરના શિક્ષકે બળાત્કાર ગુજાર્યો હતો. લોકોને આ વાતની જાણ થતા એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર 4વર્ષની બાળકી પાંડવ નગર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. એક મહિલા અને તેનો ભાઈ નજીકના કોચિંગ સેન્ટરમાં ટ્યુશન ભણાવે છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર શનિવારે કોચિંગ સેન્ટરમાં કોઈ મહિલા શિક્ષિકા ન હતી. મહિલાના 34 વર્ષીય ભાઈએ બાળકીની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે બાળકીને કોઈને કંઈ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને ઘરે મોકલી દીધી હતી. શનિવારે મોડી રાત્રે બાળકીની તબિયત બગડતાં પરિવાર તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો જ્યાં બળાત્કારની પુષ્ટિ થયા બાદ બાળકીને એલબીએસ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. ત્યાં બાળકીની તબિયત બગડતાં તેને એઈમ્સમાં રીફર કરવામાં આવી હતી. બાળકી અને આરોપી અલગ-અલગ સમુદાયના છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ