બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Hardik Pandya was teased at the Ahmedabad Modi Stadium

GTvsMI / દર્શકોએ હાર્દિક પંડયાને ખીજવ્યો, ઢોલના તાલે જોરશોરથી લગાવ્યા રોહિત રોહિતના નારા, જુઓ વીડિયો

Ajit Jadeja

Last Updated: 03:07 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની રવિવારે મેચ રમાઇ હતી જેમાં દર્શકોએ રોહિત-રોહિતની બુમો પાડીને મેદાનમાં હાર્દિક પંડ્યાને ચિડાવ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની રવિવારે મેચ રમાઇ હતી જેમાં મેચ જોવા આવેલા દર્શકોએ રોહિત-રોહિતની બુમો પાડીને મેદાનમાં હાર્દિક પંડ્યાને ચિડાવ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી.  હાર્દિક પંડ્યા મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે પંડ્યા ટોસ માટે મેદાનમાં આવ્યો ત્યારે દર્શકોએ તેને ઉગ્ર રીતે ચીડવ્યો હતો. ઘણી વખત ચાહકોએ પંડ્યાની સામે રોહિત-રોહિતના નારા પણ લગાવ્યા હતા. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો સામસામે આવી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ આ મેચ દરમિયાન જેવો હાર્દિક પંડ્યા ટોસ માટે મેદાનમાં આવ્યો, દર્શકોએ તેને ઉગ્ર રીતે ચીડવ્યો હતો. ઘણી વખત ચાહકોએ પંડ્યાની સામે રોહિત-રોહિતના નારા પણ લગાવ્યા હતા. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પંડ્યા તેની જૂની ટીમની સામે છે

વાસ્તવમાં આ મેચમાં હાર્દિક પંડ્યાનો સામનો તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે થયો હતો. હાર્દિકના નેતૃત્વમાં ટાઇટન્સે તેની ડેબ્યૂ સીઝન (2022)માં ટાઇટલ જીત્યું હતું, જ્યારે છેલ્લી વખત આ ટીમ રનર્સઅપ રહી હતી. જોકે હાર્દિક આ સિઝનમાં ફરીથી મુંબઈની ટીમ સાથે જોડાયો છે. તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે હાર્દિકના સ્થાને શુભમન ગીલને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, જેમની પાસે કેપ્ટનશિપનો બહુ ઓછો અનુભવ છે. આવી સ્થિતિમાં જ્યારે પંડ્યા મેદાન પર આવ્યો ત્યારે ગુજરાતના ચાહકોએ પંડ્યાને જોરદાર ચીડવ્યો હતો.

મેદાનમાં અચાનક શ્વાન આવી ગયું

અમદાવાદમાં રવિવારે મેચ  રમાઇ રહી હતી ત્યારે મેદાનમાં અચાનક સુરક્ષાઓને તોડીને શ્વાન આવી પહોચ્યુ હતું. શ્વાન પહોચ્યુ ત્યા દર્શકો પણ તેને જોઇને હલ્લો કરી રહ્યા હતા.મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ કૂતરાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ રોકી શક્યા ન હતા. આખરે ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને પકડીને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો અને રમત ફરી શરૂ થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા જેને લઇને અનેક કમેન્ટ પણ આવી રહી હતી.

 

આ પણ વાંચોઃ મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં ઘૂસી આવ્યો શ્વાન, પછી જોવા જેવી થઈ

ગુજરાત ટીમએ મુંબઇને હરાવ્યું

અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાતની ટીમએ મુંબઇની ટીમને માત આપી છે. મુંબઇ અને ગુજરાત વચ્ચેના આ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ગુજરાતની ટીમએ 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સાઇ સુદર્શનએ સૌથી વધુ 45 રન બનાવ્યા છે. આ સ્કોર હજુ પણ વધુ ઉપર જઇ શકત પરંતુ જસપ્રીત બુમરાહએ કમાલ કરી હતી. દિગ્ગજ ભારતીય પેસ બોલરે 2 વર્ષ બાદ આઇપીએલમાં વાપસી કરી અને પોતાના પહેલા ઓવરમાં વિકેટ ઝડપી હતી. અને બુમરાહએ ઓવરના પહેલા સ્પૈલમાં જ એક જ ઓવરમાં ડેવિડ મિલર અને સુદર્શનની વિકેટો લીધી હતી. બુમરાહે પોતાની ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. જો કે આ મેચમાં ગુજરાતની ટીમની જીત થઇ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ