બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / ગુજરાત / ભારત / સ્પોર્ટસ / અમદાવાદ / GT vs MI: A dog entered the ongoing match at Modi Stadium, then went to watch

VIDEO / GT vs MI: મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં ઘૂસી આવ્યો શ્વાન, પછી જોવા જેવી થઈ

Ajit Jadeja

Last Updated: 03:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈની ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. દર્શકો મેદાનમાં કુતરાને જોઇને ચોકી ગયા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થઈ ગઈ છે અને શરૂઆતની મેચોમાં જ કેટલાક શાનદાર પ્રદર્શન જોવા મળ્યા છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ગુજરાત અને મુંબઈની ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. પરંતુ આ દરમિયાન એક કૂતરુ સ્ટેડિયમમાં આવી પહોચ્યુ હતું. દર્શકો સ્ટેડિયમના મેદાનમાં આ કુતરાને જોઇને ચોકી ગયા હતા.મેદાનમાં ઇનિંગની 15મી ઓવર ચાલી રહી હતી. મુંબઇના નવા કપ્તાન હાર્દિક પંડ્યા બોલિંગ કરવા માટે આવ્યા હતા તેણે પહેલો બોલ નાખ્યો ત્યારે અચાનક રોકાઇ ગયા કેમ કે સ્ટેડિયમમાં શોરબકોર થઇ ગયો હતો. કેમ કે સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને એક રખડતુ કુતરુ મેદાનમાં આવી પહોચ્યુ હતું.

 

 મેદાનમાં એક છેડેથી બીજા છેડે દોડ લગાવી પહોચતુ હતું. જ્યા જ્યા શ્વાન પહોચ્યુ ત્યા દર્શકો પણ તેને જોઇને હલ્લો કરી રહ્યા હતા.મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ કૂતરાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ રોકી શક્યા ન હતા. આખરે ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને પકડીને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો અને રમત ફરી શરૂ થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા જેને લઇને અનેક કમેન્ટ પણ આવી રહી હતી.

વધુ વાંંચોઃ હોળીની જ્વાળા પરથી કેવી થાય છે મોસમની આગાહી? ભદ્રા કાળને લીધે કરો આ ઉપાય

મેચમાં મચ્યો તરખાટ

મુંબઇ અને ગુજરાત વચ્ચેના આ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ગુજરાતની ટીમએ 20 ઓવરમાં 168 રન બનાવ્યા છે. ગુજરાત તરફથી સાઇ સુદર્શનએ સૌથી વધુ 45 રન બનાવ્યા છે. આ સ્કોર હજુ પણ વધુ ઉપર જઇ શકત પરંતુ જસપ્રીત બુમરાહએ કમાલ કરી હતી. દિગ્ગજ ભારતીય પેસ બોલરે 2 વર્ષ બાદ આઇપીએલમાં વાપસી કરી અને પોતાના પહેલા ઓવરમાં વિકેટ ઝડપી હતી. અને બુમરાહએ ઓવરના પહેલા સ્પૈલમાં જ એક જ ઓવરમાં ડેવિડ મિલર અને સુદર્શનની વિકેટો લીધી હતી. બુમરાહે પોતાની ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ