બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / TCS makes history became worlds number one IT company

વિશ્વ વિક્રમ / TCSએ રચ્યો ઈતિહાસ, આ કંપનીને પછાડીને બની વિશ્વની નંબર વન આઈટી કંપની

Nikul

Last Updated: 03:09 PM, 25 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીસીએસે એક્સેન્ચરને પાછળ છોડીને શેર માર્કેટમાં સૌથી મજબૂત સ્થિતિ હાંસલ કરી છે, ટીસીએસનું માર્કેટ કેપ 169.9 અબજ ડોલરને પાર કરી ગયું.

  • 2018માં આઈબીએમનો કુલ રેવન્યુ ટીસીએસની સરખામણીએ 300 ટકા વધારે હતી
  • ત્રીજા ક્વોર્ટરમાં ટીસીએસનું પર્ફોર્મન્સ શાનદાર રહ્યું 
  • ત્રીજા ક્વોર્ટરમાં કંપનીનું કેશ ક્વર્ઝન રેકોર્ડ સ્તર પર રહ્યું


ટાટા ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ ટાટા કંસલ્ટન્સી સર્વિસિઝ વિશ્વની સૌથી વધારે વેલ્યુ વાળી સોફ્ટવેર કંપની બની ગઈ છે. ટીસીએસે સોમવારે એક્સેન્ચરને પાછળ છોડીને આ પદ હાંસલ કર્યું છે. ટીસીએસનું માર્કેટ કેપ 169.9 અબજ ડોલરને પાર કરી ગયુ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યારે ભારતની દિગ્ગજ આઈટી કંપનીએ એક્સેન્ચરને સૌથી વધારે માર્કેટ કેપ વાળી સોફ્ટવેર કંપનીનાં કિસ્સામાં પાછળ છોડ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી બાદ ભારતમાં 12 લાખ કરોડથી વધારેનું માર્કેટ કેપનું પ્રતિમાન બનાવવાવાળી કંપનીનો રેકોર્ડ પણ ટીસીએસનાં નામે છે.

 

2018માં આઈબીએમ શેર માર્કેમાં ટોચની કંપની હતી
વર્ષ 2018માં આઈબીએમ આ શેર માર્કેટમાં ટોચની કંપની હતી. તે સમયે આઈબીએમની કુલ રેવન્યુ ટીસીએસની સરખામણીએ આશરે 300 ટકા વધારે હતી. ત્યારબાદ બીજા સ્થાન પર એક્સેન્ચરનું નામ હતું. જોકે ગત વર્ષે જ એપ્રિલમાં ટીસીએસનું માર્કેટ 100 અબજ ડોલરને પાર પહોંચી ગયું હતું. 

 

2020નાં સમાપ્ત થયેલ ક્વોર્ટરમાં કંપનીએ 8701 કરોડનો કંસોલિડેટેડ નફો કર્યો
8 જાન્યુઆરી 2021એ ટીસીએસે તેનાં ત્રીજા ક્વોર્ટરનાં પરિણામો જાહેર કર્યાં હતા. ત્રીજા ક્વોર્ટરમાં કંપનીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. ત્યારબાદથી તેનાં શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2020એ સમાપ્ત થયેલ આ ક્વોર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ નફો 8,701 કરોડ રહ્યો છે જેનો 8515 કરોડ સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ક્વોર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ નફો 8,433 કરોડ હતો. ત્રીજા ક્વોર્ટરમાં કંપનીનાં નફામાં ક્વોર્ટરનાં આધાર પર 16.4 ટકા અને વાર્ષિક આધાર પર 7.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.

 

ત્રીજા ક્વોર્ટરમાં આવકમાં 4.7 ટકાનો વધારો થયો છે
આ પ્રકારે ત્રીજા ક્વોર્ટરમાં કંપનીની આવકમાં ક્વોર્ટર આધારે 4.7 ટકાનો વધારો થયો છે, જ્યારે વાર્ષિક આધાર પર કંપનીની આવકમાં 5.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્રીજા ક્વોર્ટરમાં કંપનીની કંસોલિડેટેડ ઇન્કમ 42,015 કરોડ રૃપિયા રહી છે. જ્યારે 41,350 કરોડ રૃપિયા રહેવાનું અનુમાન હતું. સપ્ટેમ્બર ક્વોર્ટરમાં કંપનીની કંસોલિડેટેડ આવક 40,135 કરોડ રૃપિયા રહી હતી.

 

ટીસીએસની માર્કેટમાં અત્યારસુધીની સૌથી મજબૂત પકડ છે
આ પરિણામ મુજબ, છેલ્લા 9 વર્ષોમાં ફાઇનાન્શિયલ વર્ષ 2021નાં ત્રીજા ક્વોર્ટરમાં કંપનીનાં ગ્રોથને સૌથી વધારે મજબૂતી મળતા જોવા મળી. આ પ્રસંગે ટીસીએસનાં સીઈઓએ કહ્યું હતું કે, કંપનીની માર્કેટ પોઝિશન અત્યારસુધીની સૌથી મજબૂત સ્થિતિ છે. ત્રીજા ક્વોર્ટરમાં કંપનીનું કેશ ક્વર્ઝન રેકોર્ડ સ્તર પર રહ્યું છે. આ શાનદાર ક્વોર્ટર પ્રદર્શનની અસર કંપનીનાં શેર પર પણ જોવા મળી રહી છે. 


ઉલ્લેખનીય છે કે બપોર 12.35 સુધી ટીસીએસનાં શેર બીએસઈ પર 0.28 ટકાના વધારા સાથે 3,312.70 રુપિયા પર ટ્રેડ કરી રહ્યુ છે. એનએસઈ પર ટીસીએસનાં શેર 0.36 ટકાનાં વધારે સાથે 3,315 રુપિયાની આસપાસ બિઝનેસ કરી રહ્યુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ