tauktae cyclone to hit gujarat on 18 may, ndrf-sdrf on high alert, read all updates
આફત /
'તૌકતે'ને લઈને મોટા સમાચાર : વધુ મજબૂત બન્યું વાવાઝોડું, NDRF-SDRF સજ્જ, રાજ્યભરના વાતાવરણમાં પલટો
Team VTV08:19 AM, 16 May 21
| Updated: 08:33 AM, 16 May 21
કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ છે ત્યારે કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બન્યું
હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું વાવાઝોડું
વેરાવળથી અંદાજે 800 કિલોમીટર દૂર છે વાવાઝોડું
વાવાઝોડાને લઈને મોટા સમાચાર
તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યોમાં ટેન્શન વધ્યું છે ત્યારે અરબ સાગરમાં આ ચક્રવાત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ચક્રવાત હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું પણજી-ગોવાથી 200 કિલોમીટર જેટલું દૂર છે તથા વેરાવળથી 700 કિમી દૂર છે. જૉ આ જ દિશા રહી તો વાવાઝોડું સીધું જ પોરબંદરને ટકરાશે અને જૉ દિશા બદલાય તો વાવાઝોડું અન્ય દિશામાં ફંટાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 18મી મેના રોજ ગુજરાતને ટકરાઇ શકે છે.
તંત્રની તૈયારીઓ :
અમરેલીના જાફરાબાદમાં SDRF તથા NDRFની ટુકડીઓ પહોંચી ગઈ છે