બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Tata Technologies launching its IPO tata motors limited filed papers with sebi

Tata Technologies IPO / રોકાણકારો માટે સુર્વણ તક, ટાટા કંપની લાવી રહી છે પોતાનો IPO,શેરોનો ભાવ પણ ઉચકાશે.!

Manisha Jogi

Last Updated: 04:49 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી બેથી ત્રણ મહિના ટાટા ટેકનોલોજીસ લિમિટેડનો IPO જાહેર કરવામાં આવશે. ટાટા ટેકનોલોજીસના IPOને કારણે ટાટા મોટર્સના શેરમાં પણ ઉછાળો આવવાની સંભાવના છે.

  • આગામી બેથી ત્રણ મહિનામાં IPO જાહેર થશે. 
  • ટાટા મોટર્સના શેરમાં પણ ઉછાળો આવવાની સંભાવના.
  • આ શેર ઉચ્ચ રિટર્ન આપતું રોકાણ સાબિત થઈ શકે છે. 

જે રોકાણકારો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે સારા સમાચાર છે. થોડા સમય પહેલા ટાટા ટેકનોલોજીસ લિમિટેડ (Tata Technologies Ltd)એ ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરવા માટે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા. આગામી બેથી ત્રણ મહિનામાં આ કંપનીનો IPO જાહેર કરવામાં આવશે. ટાટા ટેકનોલોજીસના IPOને કારણે ટાટા મોટર્સના શેરમાં પણ ઉછાળો આવવાની સંભાવના છે. આ કારણોસર રોકાણકારો માટે આ શેર ઉચ્ચ રિટર્ન આપતું રોકાણ સાબિત થઈ શકે છે. 

ટાટા ટેકનોલોજીસ IPO 

  • ટાટા ટેકનોલોજીસના IPOની કિંમત વિશે જાહેરાત કરવામાં આવી નથી. આ IPOની માર્કેટ કેપ 18,000 કરોડ રૂપિયાથી 20,000 કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે. આ કારણોસર ટાટા મોટર્સના શેરધારકોને ફાયદો થવાની સંભાવના છે. 
  • ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા 81,133,706 ઈક્વિટી શેરના વેચાણની રજૂઆત કરવામાં આવી રહી છે. આ ઈશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) રહેશે. 
  • ટાટા ટેકનોલોજીસના IPOની મદદથી કંપની શેરમૂડીના અંદાજિત 23.6 ટકાના આધારે 9.5 કરોડ શેર વેચવાની યોજના બનાવવામાં આવી રહી છે. 
  • 18 વર્ષ પછી ટાટા કંપનીનો IPO જાહેર કરવામાં આવશે.  
  • ટાટા ટેકનોલોજીસના શેર અધિગ્રહણ પછી ટાટા મોટર્સ માટે આ IPO પ્રોફિટ આપતો જાહેર થશે. ટાટા મોટર્સે સૂચના આપી છે કે, આ નાણાંકીય વર્ષમાં ક્વાર્ટર 3ની મજબૂત પરિસ્થિતિ રહેશે. આ IPO જાહેર થયા પછી ક્વાર્ટર 4માં પણ રેવન્યૂ વધવાની આશા રહેલી છે. 
  • આ IPOની મદદથી ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા 81,133,706 ઈક્વિટી શેરનું, અલ્ફા ટીસી હોલ્ડિંગ દ્વારા 9,716,853 ઈક્વિટી શરેનું તથા ટાટા કેપિટલ ગ્રોથ ફંડ દ્વારા 4,858,425 ઈક્વિટી શેરના વેચાણની રજૂઆત કરવામાં આવી છે. 

(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ