બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Tata Motors investors happy, Stock Given 126 % return in one year, Sir Ratan tata was sell the company at one time.

શેરબજાર / ટાટાના આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું 126 ટકા રિર્ટન, એક સમયે કંપની વેચવાનો હતો પ્લાન

Dhruv

Last Updated: 09:18 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે કર્જાના ખપ્પરમાં ખુપેલી કંપની હતી. પણ સર રતન ટાટાની કોઠા સુઝ અને તેમની જીદના કારણે નુકસાનવાળી કંપની પ્રોફિટમાં આવી ગઈ.

ટાટા મોટર્સ ટોપ ગીયરમાં, રોકાણકારોને એક વર્ષમાં કરાવ્યો 126 ટકાનો નફો, રોકાણકારોમાં આનંદો! 

ભારતીય શેરબજારમાં મંગળવાનો  દિવસ સામન્ય રહ્યો  હતો.  પણ  ટાટા સન્સ અને ટાટા મોટર્સ માટે મંગલમય  રહ્યો હતો. કારણે કે ટાટા ગ્રુપની ટાટ મોટર્સનો શેરનો ભાવ તેના  લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. લાઈફ ટાઈમ  હાઈ સાથે ટાટા મોટર્સની માર્કેટ કેપ 3.52 લાખ કરોડ થઈ ગઈ છે. 


મંગળવારના રોજ ટાટા મોટર્સનો શેર 936.75 રૂપિયા પર ખુલ્યો હતો. માર્કેટ અવર્સમાં આ શેર તેના લાઈફ ટાઈમ હાઈ રૂ. 965ને  ટચ કરી, રૂ.962.55 પર બંધ  થયો હતો. ઉલ્લેખનીય છે કે, રોકાણકારોને એક વર્ષમાં ટાટા મોટર્સે 128 ટકાનું રીર્ટન આપ્યું છે. 

મલ્ટીબેગર શેર સાબિત થયો 

ખરા અર્થમાં આ શેર  મલ્ટીબેગર સાબીત થયો છે. વર્ષ 2020માં ટાટા મોટર્સનો શેર 65.20 રૂપિયા પર ટ્રેડ કરતો હતો.  ધીમે ધીમે ટાટા મોટર્સની ગીયેર બદલાતી ગઈને 2024માં શેર 128 ટકાના રીર્ટન સાથે  લાઈફ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બજારના  જાણકારો માની રહ્યાં છે આ શેર આગળ જતા ચાર અંક એટલે કે રૂપિયા 1000 પાર  પણ જઈ શકે છે.

વાંચવા જેવું  બિઝનેસ / રોકાણકારો એલર્ટ રહેજો! હિન્દુજા ગ્રુપ ખરીદી શકે અંબાણીની આ કંપની, પ્લાનને મંજૂરી

એક સમયે કર્જાના ખપ્પરમાં ખુપેલી કંપની હતી. પણ સર રતન ટાટાની કોઠા સુઝ અને તેમની જીદના કારણે નુકસાનવાળી કંપની પ્રોફિટમાં આવી ગઈ. એક સમયે રતન ટાટાએ ટાટા મોટર્સને ફોર્ડ કંપનીને  વેચવાનું નક્કી કર્યું હતું. પણ ફોર્ડ કંપનીના ચેરમેન બીલ ફોર્ડની ટીપ્પણીથી રતન ટાટા સમસમી ગયાં હતા. તેમણે રતન  ટાટાને ટોણો માર્યો  હતો  કે તમારી પ્રોડક્ટ કોઈ ખરીદતું નથી. તો શું કામ બનાવો છો.  આ  વાત રતન ટાટાને  એટલી લાગી આવી  કે, તેમણે આખી ડિલને  ફોક કરી ભારત પરત  આવી ગયાં  હતા.

 

ભારતીય તરીકે ગર્વ લેવા જેવી વાત છે. ફોર્ડ કંપની જેગુઆર અને લેન્ડ રોવર આજે  ટાટા મોટર્સના તાબામાં છે.  એક સમયે ટાટા  મોટર્સને ખરીદવાની વાત  કરનાર બીલ ફોર્ડને તેની કંપની ટાટા મોટર્સને વેચવાનો વાળો આવ્યો હતો. 

કંપનીની હાલની વાત કરવામાં આવે તો, કંપની દ્વારા વર્ષ 2023ના રીઝલ્ટમાં જાહેર કર્યું છે. કે, કંપનીનો નેટ પ્રોફિટ 7 હજાર કરોડથી વધુ થયો છે અને  કુલ આવકમાં  25 ટકાના વધારા સાથે 1,10, 577 કરોડ થઈ છે. 


(નોંધ શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સાથે પરામર્શ કરવો જરૂરી)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ