બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Takmariya basil seeds are beneficial for physical health as well as mental health

હેલ્થ / ભૂખ ન લાગવી, માથાનો દુખાવો, છાતીમાં બળતરા, અને ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે આ વસ્તુ, નામ છે તકમરિયાં

Vaidehi

Last Updated: 08:24 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મગજને ઠંડક પહોંચાડવાથી લઈને અનેક રોગોનાં ઈલાજ માટે તકમરિયાં ફાયદાકારક હોય છે.

  • ઠંડક આપી તન-મનને ચુસ્ત રાખશે તકમરિયાં
  • તકમરિયાં પ્રોટીન-ફાઈબરથી ભરપૂર હોય છે 
  • ડાયાબિટીસ જેવા અનેક રોગોનાં ઈલાજ માટે મદદરૂપ

તકમરિયાંના નામે ઓળખાતાં બીજ હકીકતમાં તુલસીનાં બીજ છે. ઘરઆંગણે ઉગાડવામાં આવતી તુલસીને ‘હોલી બેસિલ’ કહેવામાં આવે છે, જ્યારે તકમરિયાંનાં બીજવાળી તુલસીને ‘મીઠી તુલસી’ના નામે જાણીએ છીએ. પૌષ્ટિક્તાનો ખજાનો ધરાવતાં તકમરિયાંનો ઉપયોગ કરવાથી વ્યક્તિને માનસિક તથા શારીરિક ફાયદા થાય છે. તકમરિયાંનાં બીજનો ઉપયોગ કરતાં પહેલાં તેને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખવાં પડે છે. 

પ્રોટીન-ફાઈબરથી ભરપૂર હોય છે તકમરિયાં
ફાલુદા-આઈસક્રીમ, લીંબુના શરબતમાં કે દૂધ કોલ્ડ ડ્રિંકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફાલુદામાં તેનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોવાથી તેને ફાલુદાનાં બીજ પણ કહેવામાં આવે છે. તકમરિયાંનાં બીજમાં પ્રોટીન-ફાઈબર, વિટામિન-એ, વિટામિન-કે, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા-૩ ફેટી એ‌િસડ તથા મિનરલ્સની માત્રા પ્રચૂર પ્રમાણમાં હોવાથી તે શરીરને ઠંડક આપે છે. તેથી તેનો ઉપયોગ ગરમીમાં મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે.

માનસિક તણાવમાં ખૂબ ગુણકારી
સતત કામના કારણે મગજ થાકી જાય છે. અનેક લોકો ડિપ્રેશન કે હતાશાનો શિકાર બનવા લાગે ત્યારે તકમરિયાંનાં બીજનો ઉપયોગ કરવાથી મગજ ઠંડક અનુભવે છે. માથાનો દુખાવો દૂર કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે.વજન નિયંત્રણ રાખવામાં છે ઉપયોગી તકમરિયાંમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. આથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પેટ ભરાયેલું લાગે છે. વારંવાર ખાવાની ઈચ્છા ઘટે છે. 

વજન ઉતારવા માટે મદદરૂપ
આમ, વજન ઉતારવા માટેનો એક તંદુરસ્ત ઉપાય ગણાય છે. છાતીમાં થતી બળતરાને રોકે છે
મસાલેદાર ખોરાકને ગ્રહણ કરવાથી છાતીમાં બળતરા થાય છે, જેના કારણે ખાટા ઓડકાર, પેટમાં બળતરા થવા લાગે છે. તે એ‌િસડ થતો રોકવામાં મદદ કરે છે.

ડાયાબિટિસમાં પણ છે ફાયદાકારક
ટાઈપ-ટુ ડાયાબિટિસના દર્દી માટે તકમરિયાંનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી કરી કાર્બ્સને ગ્લુકોઝમાં બદલતી પ્રક્રિયાને તે નિયંત્રણમાં રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ