બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / T Natarajan Known as the 'Yorker Man', has not got a place in the team for two years

ક્રિકેટ / 'યોર્કર મેન' તરીકે ઓળખાતા આ ખેલાડીને બે વર્ષથી નથી મળી રહ્યું ટીમમાં સ્થાન, માત્ર 7 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે

Megha

Last Updated: 04:07 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: કારકિર્દીની શરૂઆતમાં ભારતના 'યોર્કર મેન' તરીકે લોકો વચ્ચે ઓળખ બનાવનાર આ ખેલાડીને બે વર્ષથી ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. વર્ષ2020-21માં ત્રણેય ફોર્મેટ માટે ડેબ્યૂ મેચ રમી હતી.

  • ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું કરિયર થઈ ગયું બરબાદ!
  • વર્ષ 2020-21માં આ ખેલાડી એ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ મેચ રમી હતી
  • કારકિર્દીની શરૂઆતમાં ભારતના 'યોર્કર મેન' તરીકે જાણીતો થયો હતો 

Team India T.Natarajan: વર્ષ 2020-21માં ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સીરિઝ જીતી હતી. આ પહેલા બંને ટીમો વચ્ચે ODI અને T20 સિરીઝ પણ રમાઈ હતી. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ત્રણેય ફોર્મેટમાં પોતાની ડેબ્યૂ મેચ રમી હતી પણ હવે આ ખેલાડી ટીમના પ્લાનમાં દૂર-દૂર સુધી દેખાતો નથી. સાથે જ આ ખેલાડીએ ભારત માટે તેની છેલ્લી મેચ રમ્યાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું કરિયર થઈ ગયું બરબાદ!
અંહિયા અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર ટી. નટરાજનની. ટીમ ઈન્ડિયા માટે ટી. નટરાજને પોતાની છેલ્લી મેચ ક્યારે રમી હતી તે ભાગ્યે જ કોઈને યાદ હશે. ટી. નટરાજને તેની કારકિર્દી વર્ષ 2020 માં શરૂ કરી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાની ડેબ્યૂ મેચ ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરે રમી હતી. પરંતુ ટી. નટરાજન લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યા નથી. 32 વર્ષીય ટી નટરાજન ટીમની ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.

પહેલી જ ટેસ્ટ મેચમાં હીરો બન્યો હતો ટી. નટરાજન
વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ જાન્યુઆરીમાં ગાબા મેદાન પર રમાઈ હતી. ટી. નટરાજને આ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટી. નટરાજને મેચની પહેલી ઇનિંગમાં 24.2 ઓવર ફેંકીને 3 વિકેટ ઝડપી હતી. આ મેચ પણ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે જીતી હતી પણ આ મેચ પછી ટી. નટરાજન ભારતની ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યા નહોતા. સાથે જ એમને તેની છેલ્લી ODI અને T20 મેચ માર્ચ 2021 માં ઇંગ્લેન્ડ સામે રમી હતી.

નટરાજન માત્ર 7 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા 
ટી.નટરાજન તેમની કારકિર્દીની શરૂઆતમાં ભારતના 'યોર્કર મેન' તરીકે લોકો વચ્ચે ઓળખ બનાવી હતી. 'યોર્કર મેને' ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 T20 આંતરરાષ્ટ્રીય મેચ અને 2 ODI આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સાથે જ ટી નટરાજને ટેસ્ટમાં 3 વિકેટ, T20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ અને ODI ઈન્ટરનેશનલમાં 3 વિકેટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ