બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / syria reports israeli missile attack near golan heights

હુમલો / યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ થાય એ પહેલા અહીં શરૂ થયું યુદ્ધ, ઈઝરાયેલે કરી દીધો મિસાઇલ અટેક

Pravin

Last Updated: 02:18 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન અને રશિયામાં યુદ્ધના ભણકારાની વચ્ચે દુનિયામાં એક નવું તાંડવ શરૂ થયું છે. ઈઝરાયલે સીરિયા પર મિસાઈલ અટેક કરી દીધો છે.

  • રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે નવું તાંડવ શરૂ
  • ઈઝરાયલે સીરિયા પર કર્યો અટેક
  • સીરિયામાં ગૃહયુદ્ધનો માહોલ

 

યુક્રેન અને રશિયામાં યુદ્ધના ભણકારાની વચ્ચે દુનિયામાં એક નવું તાંડવ શરૂ થયું છે. ઈઝરાયલે સીરિયા પર મિસાઈલ અટેક કરી દીધો છે. સીરિયાના સરકારી મીડિયા તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર બધવારે સવારે ઈઝરાયલે સીરિયાના દક્ષિણી ભાગમાં આવેલા ઠેકાણા પર હુમલો કરી દીધી હતો. એક સૈન્ય અધિકારીના હવાલેથી મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઈઝરાયસલના કબ્જાવાળા ગોલાન હાઈટ્સથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

સીરિયા પર કર્યો અટેક

આવો જ એક હુમલો સીરિયામાં ગત અઠવાડીયે પણ થયો હતો. ત્યારે ઈઝરાયલે સીરિયાના કેપિટલ દમિશ્કના દક્ષિણી વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઈનું પણ મોત થયું નહોતું. આ હુમલાના આરોપ સર અત્યાર સુધી ઈઝરાઈલનું કોઈ રિએક્શન આવ્યુંમ નહોતું. ઈઝરાયલે છેલ્લા થોડાક વર્ષોમાં સીરિયામાં મોટા પાયે હુમલાઓ કર્યા છે. ગૃહયુદ્ધ સામે ઝઝૂમી રહેલા સીરિયાને ઈઝરાયલી હુમલાથી મોટું નુકસાન થયું છે. જો કે, ઈઝરાયલ આ વાતનો ઈન્કાર કરતું આવ્યું છે કે, તેણે સીરિયા સરકારના કોઈ ઠેકાણા પર કોઈ પણ પ્રકારનો અટેક કર્યો નથી.

ઈઝરાયલે કરી આ વાત

ઈઝરાયલનું કહેવું છે કે, તેના તરફથી ઈરાન સમર્થિત આતંકી સંગઠનો પર હુમલો કરવામાં આવ્યો છે. આ આતંકી સંગઠનોમાં લેબનાનમાં સક્રિય હિઝબુલ્લાહ શામેલ છે. આ સંગઠન સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદનું સમર્થન કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે,  ઈઝરાયલે 1967માં થયેલા યુદ્ધ દરમિયાન ગોલાની પહાડીઓ પર કબ્જો જમાવી લીધો હતો. આ કબ્જા બાદ ઈઝરાયલની સામરિક સ્થિતી અત્યંત મજબૂત થઈ ગઈ. જો કે, દુનિયાના તમામ દેશ ઈઝરાયલના આ કબ્જાને માન્યતા આપતું નથી. ટ્રમ્પ પ્રશાસને વિતેલા દિશોમાં આ દિશામાં મોટું કામ કર્યું હતું અને ઈઝરાયલના કબ્જાને માન્યતા આપી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ