બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Swollen Fingers in Winter Don't take it lightly if you ride your bike to office in the cold and your fingers swell up.

કામની વાત.. / ઠંડીમાં બાઈક ચલાવતા આંગળીઓમાં સોજા આવે છે? બિલકુલ હલકામાં ન લેતા, બચવા આ ટ્રિકો અપનાવો

Pravin Joshi

Last Updated: 07:09 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડકડતી ઠંડીને કારણે ઘણા લોકોને હાથ અને પગના અંગુઠામાં સોજો આવી જાય છે. આંગળીઓ લાલ અને વાદળી થવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં આંગળીઓ શા માટે ફૂલી જાય છે?

  • કડકડતી ઠંડીને કારણે ઘણા લોકોને હાથમાં સોજો આવે
  • અતિશય ઠંડીને કારણે રક્ત પરિભ્રમણમાં ફેરફાર થાય 
  • હૂંફાળા પાણીમાં થોડું મીઠું મિક્સ કરો અને તેમાં હાથને રાખો

શિયાળાની ઋતુમાં બાઇક ચલાવીને ઓફિસ પહોંચ્યા પછી તમે ઘણા મિત્રોને કહેતા સાંભળ્યા હશે કે ભાઈ, ઠંડી ખૂબ છે. જુઓ હાથની બધી આંગળીઓ સૂજી ગઈ છે. જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો તેને હળવાશથી ન લો. કારણ કે શિયાળામાં આંગળીઓમાં સોજો શરદી સિવાય અન્ય કોઈ કારણે થઈ શકે છે.

Get rid of swollen fingers using simple kitchen ingredients | India.com

આંગળીઓ અને અંગૂઠા શા માટે ફૂલે છે?

સામાન્ય રીતે અતિશય ઠંડીને કારણે રક્ત પરિભ્રમણમાં ફેરફાર થાય છે અને આપણી આંગળીઓ સૂજી જાય છે. પરંતુ 'Raynaud's', 'Arthritis', 'Scleroderma' અને 'Infection' પણ શિયાળામાં આંગળીઓમાં સોજાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે વિલંબ ન કરવો જોઈએ અને સારવાર તરફ પગલાં લેવા જોઈએ. ચાલો જાણીએ કે શિયાળામાં આંગળીઓ અને અંગૂઠા ફૂલી જાય ત્યારે શું કરવું..

Bike Tips: અધવચ્ચે પેટ્રોલ ખતમ થઇ જાય તો ગભરાશો નહીં, બસ ફોલો કરો આ ટ્રિક  ને બાઇક સ્ટાર્ટ bike tips and tricks what to do if bike petrol is over on  the

ગરમ પાણીમાં હાથ ધોવા

હૂંફાળા પાણીમાં થોડું મીઠું મિક્સ કરો અને તેમાં તમારી આંગળીઓ બોળી દો. 5-10 મિનિટ રાખો અને પછી સવારે અને સાંજે કરો. તેનાથી તમને રાહત મળી શકે છે.

એલોવેરા જેલનો ઉપયોગ

એક સંશોધન મુજબ, એલોવેરા ત્વચા સંબંધિત સારવાર માટે અસરકારક છે. સોજોવાળી જગ્યાઓ પર એલોવેરા જેલ લગાવવાથી ત્વચા સારી થાય છે અને સોજો પણ ઓછો થઈ શકે છે.

એલોવેરા જ્યુસના આ ફાયદા જાણશો તો તમે પણ આજથી પીવા લાગશો | Aloe Vera Juice  Benefits

મસાજ કરો

આ સૌથી અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે, આમાં આંગળીઓને હળવા હાથે મસાજ કરો. આ સ્થાનિક રક્ત પરિભ્રમણને વધારી શકે છે અને સોજોમાંથી રાહત આપી શકે છે.

હર્બલ ઉપચાર અને આહાર

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવાથી બળતરા ઓછી થઈ શકે છે. આ સિવાય તુલસી, આદુ અથવા લસણનું સેવન પણ સારું માનવામાં આવે છે.

વધુ વાંચો : ખરાબ ત્વચા, બીમારીઓ, કેન્સર...: દરરોજ આટલા કલાકથી ઓછી ઊંઘ લેવાથી થાય છે આવા નુક્સાન

ડૉક્ટરની સલાહ

જો સોજો વધી રહ્યો હોય તો ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં. કારણ કે તે કોઈ ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. વિલંબ તમને પરેશાન કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ