બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / swollen feet white tongue unusual eyes changes in moles sign of serious health conditions

ચેતજો / પગ પર સોજા અને સફેદ જીભ..આ 5 સંકેતો દેખાય તો સમજી જજો શરીરમાં મોટો લોચો

Manisha Jogi

Last Updated: 02:27 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ તબિયત ખરાબ થાય ત્યારે શરીરમાં તેના સંકેત જોવા મળે છે. કેટલાક લક્ષણોને સામાન્ય સમજીને અવગણી દેવામાં આવે છે, પરંતુ આ પ્રકારે કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે.

  • તબિયત ખરાબ થાય તો શરીરમાં જોવા મળે છે આ સંકેત
  • આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક લો ડૉકટરની સલાહ
  • નહીંતર થઈ શકે છે ગંભીર સમસ્યા

જ્યારે પણ તબિયત ખરાબ થાય ત્યારે શરીરમાં તેના સંકેત જોવા મળે છે. જેથી આ સંકેતોની સમજીને તે બિમારીનો યોગ્ય ઈલાજ કરાવી શકો. જ્યારે પણ ઠંડી લાગે, સર્દી-ખાંસી અને માથાનો દુખાવો થાય એટલે તાવ આવવાની તૈયારી હોય છે. આ તમામ સંકેતમાં કેટલાક સંકેત એવા પણ હોય છે, જેને સામાન્ય લક્ષણો સમજીને અવગણી દેવામાં આવે છે, પરંતુ આ પ્રકારે કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે.

આ લક્ષણોને બિલ્કિલ પણ ના અવગણવા
મસ્સાનો કલર અને આકાર બદલાવો- ત્વચાનું કેન્સર

શરીર પર તલ હોવા તે એક સામાન્ય બાબત છે. તલની સાઈઝ અને કલર બદલાતા રહે તો તે ત્વચાના કેન્સરનો સંકેત હોઈ શકે છે. આ કારણોસર તલ અને મસ્સા પર સતત નજર રાખવી જોઈએ. તેના પર ખંજવાળ અને સોજો હોય, કલર બદલાય, લોહી નીકળે તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ. 

અસામાન્ય આંખો- હાઈ કોલસ્ટ્રોલ
આંખોમાં સફેદ ધબ્બા હોય તો તે કોર્નિયલ આર્કસનો સંકેત આપે છે. ચરબી જમા થવાને કારણે આ સમસ્યા થાય છે. જે હાઈ કોલસ્ટ્રોલનો સંકેત આપે છે અને આ સમસ્યાનો ઈલાજ કરવામાં ના આવે તો સ્ટ્રોક અથવા હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 

સફેદ જીભ- સીલિએક ડિસીઝ
જીભ સફેદ થવા પીળી હોય તો તે સીલિએક ડિસીઝનો સંકેત હોઈ શકે છે. આ એક ઓટોઈમ્યૂન પરિસ્થિતિ છે. જેથી શરીરમાં ગ્લૂટેનનું પાચન થઈ શકતું નથી અને શરીર પોષકતત્ત્વોનું અવશોષણ કરતું નથી. જેથી ગ્લૂટેન ફ્રી વસ્તુનું સેવન કરવું જોઈએ. 

પગ સોજી જવા- કિડની પ્રોબ્લેમ
હાથ પગ સોજી ગયા હોય, ત્વચા પર ખંજવાળ આવતી હોય, સૂવામાં પરેશાની થતી હોય અને થાક લાગતો હોય તો કિડની સંબંધિત બિમારી હોઈ શકે છે. કિડની યોગ્ય પ્રકારે કામ ના કરી શકે તો શરીરમાં સોડિયમ જમા થવા લાગે છે. જેના કારણે હાથ અને પગમાં સોજો આવે છે. 

નખ પર સફેદ લાઈન- થાઈરોઈડ
નખ પર સફેદ લાઈન હોય તો થાઈરોઈડ સંબંધિત પ્રોબ્લેમ હોઈ શકે છે. અનેક વાર કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન એની ઊણપ હોય તો પણ નખ પર સફેદ લાઈન દેખાય છે. 

વધુ વાંચો: જમતા જમતા પાણી પીવાની કૂટેવ હોય તો મૂકી દેજો, લાપરવાહી પડશે ભારે, જાણો જમીને કેટલા સમય બાદ પાણી પીવું સારું

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ