બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Swaminarayan Santos meeting with CM Bhupendra Patel

ઘટના ક્રમ / CM ભૂપેન્દ્ર પટેલ સાથે સ્વામિનારાયણ સંતોની બેઠક, સાણંદમાં સંત સંમેલન, સાળંગપુર વિવાદમાં દિવસભર શું શું થયું?

Vishal Khamar

Last Updated: 07:55 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાનજીનાં ભીંત ચિત્રોને લઈ વિવાદનો અંત આવવાનો શક્યતાઓ સેવાઈ રહી છે. ગત રોજ અમદાવાદ ખાતે સાધુ સંતોની બેઠક મળી હતી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનાં લોકોએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. હવે ટૂંક સમયમાં સમગ્ર વિવાદનો અંત આવી શકે છે.

  • સમગ્ર મામલે અત્યાર સુધી સાધુ-સંતો તેમજ હિન્દુ સંગઠનો વચ્ચે બેઠકો યોજાઈ
  • વિવાદનો સુખદ અંત આવે તે માટે અનેક પ્રયાસો હાથ ધરાયા
  • સ્વામિનારાયણનાં સંતો દ્વારે સરકાર સાથે બેઠક યોજી

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી.   તો અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો સાથે VHPની બેઠક મળી હતી.. સાળંગપુરમાં સંતોએ મંથન કર્યું હતું.. આમ સાળંગપુરનો ભીંત ચિત્રનો વિવાદ ઉકેલવા બેઠકો થઈ રહી છે પણ વિવાદનો અંત ક્યારે આવે તે કહેવું મુશ્કેલ છે..

સાણંદ
સંત સંમેલન

સાળંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતા વિવાદ વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સનાતન ધર્મના સાધુ-સંતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે ગત રોજ રાજ્યભરના સાધુ-સંતો એકઠા થયા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે ડૉ. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે ત્યારે આ ઠરાવોને પસાર કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો છે.

સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર 
ગતરોજ આ બેઠકમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. સાધુ-સંતોએ સ્વામિનારાણ સંપ્રદાયના સંતોના કાર્યક્રમમાં ન જવાના શપથ લીધા છે.

સાળંગપુર
સંતોએ કર્યુ મંથન

સાળંગપુરમાં સ્વામીનારાયણ સંતોની બેઠક
આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહ્યાં છે. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો ઉપસ્થિત રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ આ બેઠકમાં હાજર છે. તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે. મહત્વનું છે કે, આ બેઠકમાં આર.એસ.એસના આગેવાનો પણ ખાસ હાજરી આપી છે.

 

CM સાથે મંત્રીઓની ચર્ચા

અમદાવાદ,શિવાનંદ આશ્રમ  સંતો-VHPની બેઠક

વડતાલ ટ્રસ્ટના સંતો અને VHPની બેઠક 
સાળંગપુર ભીંત ચિત્રોનાં વિવાદને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો સરકાર સાથે બેઠક યોજી હતી. ત્યારે બેઠકમાં સમાધાનની ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવી છે. સરકાર અને સ્વામીનારાયણ સંતો બાદ વધુ એક બેઠક મળી હતી. અમદાવાદાં શિવાનંદ આશ્રમ ખાતે વીએચપીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. શિવાનંદ આશ્રમ ખાતેની બેઠક બાદ જાહેરાત થવાની શક્યતાઓ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સરકાર સાથેની બેઠકમાં સ્વામીનારાયણ સંતોએ વિવાદ વધુ આગળ ન વધારવાની વાત કરી છે. 

  • સાળંગપુર મંદિરના ભીંતચિત્રનો વિવાદ યથાવત
  • વિવાદનો અંત ન આવતા જગ્ગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજનું નિવેદન
  • આવતીકાલે લીંબડીમાં યોજાશે મોટી ધર્મસભાઃ દિલીપદાસજી

જેતપુરમાં સનાતની સાધુ-સંતોએ મામલતદારને આપ્યું આવેદન
સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં સાધુ-સંતો લડી લેવાનાં મૂડમાં છે. ત્યારે જેતપુરમાં સનાતની સાધુ-સંતોએ મામલતદારે આવેદનપત્ર આપ્યું છે. સાળંગપુરમાંથી વિવાદિત ભીંત ચિત્ર દૂર કરવાની માંગ કરી છે. ભીંતચિત્ર ન હટાવાય તો આંદોલન કરવાની સાધુઓએ ચીમકી ઉચ્ચારી છે. 

આવતીકાલે લીંબડીમાં મોટી ધર્મસભા યોજવા જઈ રહી છેઃ દિલીપદાસજી
સાળંગપુર મંદિરનાં ભીંતચિત્રનો વિવાદ યથાવત છે. આ બાબતે જગન્નાથ મંદિરનાં દિલીપદાસજી મહારાજે આ મામલે નિવેદન આપ્યું છે કે આવતીકાલે લીંબડીમાં મોટી ધર્મસભા યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી સંતો આવી રહ્યા છે. ત્યારે બંને પક્ષનાં લોકો સાથે મળીને આનો જલ્દી અંત લાવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. આવતીકાલે મીટીંગ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. 

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ- હર્ષદગીરી મહારાજ
સાળંગપુર ખાતે ભગવાન હનુમાનજીનાં ભીંત ચિત્રોનો વિવાદને લઈ સાધુ સંતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં બેઠકો કરી સુખદ સમાધાન લાવવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.ત્યારે આ બાબતે વડોદરાનાં હરણી ભીડ ભંજન હનુમાન મંદિરનાં મહંત હર્ષદગીરી મહારાજે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સ્વામિનારાયણનાં સમકાલીન સંતો થઈ ગયા તેમની ગાથા છે. સ્તામિનારાયણની કેમ ઓળખ નથી?  નરસિંહ મહેતા, જલારામ બાપાને ભગવાને સાક્ષાત દર્શન આપ્યા હતા. સાચા સનાતની એ છે જે ભગવાધારીનું સન્માન કરે. અમે સંયમ રાખીએ છીએ. 

વિવાદને ગલીના ઝઘડા જેવો બનાવી દેવામાં આવ્યોઃમહેશગીરી બાપુ 
જૂનાગઢનાં ભૂતનાથ મહાદેવનાં મહંત મહેશગીરી બાપુએ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું કે, વિવાદનો ઉકેલ લાવવા આચાર્ય સભા બોલાવવી જોઈએ. સનાતન ધર્મનાં પ્રશ્નોનાં ઉકેલ માટે જ આચાર્ય સભાનું ગઠન થયું છે. સભામાં હિંદુ ધર્મનાં દરેક આચાર્ય હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્ય પણ સભામાં સભ્ય હોય છે. વિવાદને ગલીનાં ઝઘડા જેવા બનાવી દેવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં અંદરો અંદર વિવાદ ન થવા જોઈએ. વિધર્મીઓથી હિંદુ ધર્મને બચાવવા એક થવાની જરૂર છે. આચાર્ય સભાથી વિવાદનો 100 ટકા અંત આવશે.

ભારતના સંતો હવે પાઠ ભણાવવાના મૂડમાં છે- ગૌરાંગચરણ દાસજી
હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતની સાધુ-સંતોમાં રોષ વ્યાપો છે. ભીંતચિત્રો અંગે ગૌરાંગચરણ દાસજીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગઈલાકે સાળંગપુરમાં બેઠક યોજવામાં આવી હતી. પોતાની ભૂલ હોય તો સ્વીકારવી જોઈએ. તેમજ પોતાની ભૂલ હોય તો સ્વીકારવી જોઈએ.  ભારતનાં સંતો હવે પાઠ ભણાવવાનાં મૂડમાં છે. ત્યારે લીંબડીની બેઠકમાં ભારતભરનાં સંતો આવશે. પાખંડીઓને સજા કરવા ભારતનાં સંતો સક્ષમ છે.

આપણે સનાતની છીએ આપણે ધીરજ રાખવી જોઈએ: જગદેવદાસ બાપુ
સાળંગપુર હનુમાનજીનાં ભીંત ચિત્રોનાં વિવાદને લઈ બરવાળાનાં લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ બાપુએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 2 દિવસમાં મંદિર દ્વારા નિર્ણય લેવાશે તેવું અમને જણાવેલ છે. આપણે સનાતની છીએ આપણે ધીરજ રાખવી જોઈએ. 2 દિવસ બાદ નિર્ણય નહિ આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ