ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / Swami Nithyananda make new kailaasa country
ADVERTISEMENT
ADVERTISEMENT
દુષ્કર્મના આરોપોમાં ફરાર અને ભારતથી વિદેશ ભાગી ચૂકેલા વિવાદોમાં રહેતા ઢોંગી બાબા નિત્યાનંદ મામલે મોટી માહિતી સામે આવી છે. નિત્યાનંદે દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં ત્રિનિદાદ અને ટોબૈગો પાસે ઇક્વાડોર પાસે એક દ્વીપ ખરીદી લીધો છે અને પોતાનો નવો દેશ બનાવી લીધો છે.
મળતી માહિતી મુજબ નિત્યાનંદે તેના દેશનું નામ કૈલાસા રાખ્યું છે. નિત્યાનંદ નેપાળના રસ્તે ઇક્વાડોર ભાગ્યો હતો. જો કે આ અંગે હજુ કોઇ પુષ્ટિ નથી થઇ. નિત્યાનંદ પર આશ્રમ ચલાવવા માટે બાળકોનું અપહરણ કરી અને શ્રદ્ધાળુંઓ પાસે ફંડ મગાવવાનો આરોપ છે. પોલીસ આ મામલે બે સાધિકાની ધરપકડ પણ કરી છે. ત્યારે નિત્યાનંદે પોતાના નવા દેશની એક વેબસાઇટ પણ બનાવી છે. આ વેબસાઇટમાં દાવો કર્યો છે કે કૈલાસા સીમાઓ વિનાનો દેશ છે.
ADVERTISEMENT
વેબસાઇટ પર કૈલાસાને મહાનતમ હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું છે. અને તેની પાસે પોતાનો ખુદના દેશનો પાસપોર્ટ પણ છે. વેબસાઇટ મુજબ આ નિત્યાનંદના નવા દેશમાં સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને ભોજન પણ મુફ્તમાં આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને એક મંદિર આધારિત જીવન પ્રણાલી આપવીની પણ વાત કરે છે. નિત્યાનંદ હવે લોકોને પોતાના દેશના નાગરિક બનવા માટે પણ આમંત્રિક કરી રહ્યો છે અને સાથે જ લોકો પાસે દાન પણ માગી રહ્યો છે.
કૈલાસાની સ્પેશ્યલ વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં તેની તમામ માહિતી છે. આ વેબસાઈટનું નામ https://kailaasa.org/ છે.
સંકળાયેલા મુદ્દાઓ