ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Creta-Vitaraને ટક્કર આપતી આ કાર પર ₹3.50 લાખ સુધીના બેનિફિટ, 8-સ્પીડ ઓટોમેટિક સાથે મળશે મોટો ફાયદો!
6 ફોટો ગેલેરી
Last Updated: 04:16 PM, 4 September 2026
1/6
સપ્ટેમ્બરનો મહિનો SUV ખરીદનારાઓ માટે ખાસ મોકો લઈને આવ્યો છે. જેમાં વોલ્ક્સવેગન Taigun પર આ મહિને 3.50 લાખ રૂપિયા સુધીના આકર્ષક બેનીફીટ મળી રહ્યા છે. તહેવારોના સમયે નવી કાર લેવાનું વિચારી રહ્યા હો તો આ મોડલ તમારા ધ્યાનમાં રાખવા જેવું છે. જેમાં કંપનીએ તાજેતરમાં જ તેનું અપડેટેડ વર્ઝન પણ લોન્ચ કર્યું છે.
2/6
નવી Taigunની શરૂઆતની કિંમત આશરે 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જેમાં 1.0 લિટર TSI એન્જિન સાથે હવે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ પણ મળેછે. કુલ અગિયાર વેરિઅન્ટમાં વેચાતી આ SUV હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ ગ્રાન્ડ વિટારા, કિયા સેલ્ટોસ અને ટાટા સિએરા જેવી લોકપ્રિય મોડલ્સ સાથે સીધી સ્પર્ધા કરે છે.
ADVERTISEMENT
3/6
જેમાં જૂના મોડલ (MY2025) પર વધુ મોટો લાભ મળી રહ્યો છે. બે લાખ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ સાથે એક લાખનું લિક્વિડેશન સપોર્ટ પણ આપવામાં આવી રહ્યું છે. નવા મોડલ (MY2026) પર એક લાખ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળે છે. આ સિવાય યોગ્ય ગ્રાહકોને ત્રીસ હજારનો એક્સચેન્જ બોનસ કે વીસ હજારનો સ્ક્રેપેજ લાભ અને વીસ હજારનું લોયલ્ટી બોનસ પણ મળી શકે છે.
4/6
નવા અપડેટેડ વર્ઝન પર પણ ઓફર છે પણ તેનું પ્રમાણ થોડું ઓછું છે. જેમાં વેરિઅન્ટ મુજબ વીસથી પચીસ હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળે છે. GT લાઇન પર 20 હજાર અને ટોપલાઇન AT તેમજ GT પ્લસ DSG સ્પોર્ટ પર 25 હજાર સુધીની છૂટ આપવામાં આવી રહી છે. જેમાં એક્સચેન્જ, સ્ક્રેપેજ અને લોયલ્ટીના બોનસ અહીં પણ લાગુ પડે છે.
ADVERTISEMENT
5/6
આ કારમાં ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફાર નથી પણ અમુક સ્માર્ટ અપડેટ કર્યા છે. જેમાં બહારની બાજુએ લાઇટવાળો લોગો અને લાઇટ બારથી આગળનો ભાગ વધુ આકર્ષક લાગે છે. અંદર મોટો ડિજિટલ કોકપિટ, ઊંચા વેરિઅન્ટમાં વેન્ટિલેટેડ સીટ્સ અને પેનોરેમિક સનરૂફ જેવી સુવિધાઓ ઉમેરાઈ છે. નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ખાસ કરીને શહેરની ભીડમાં ડ્રાઇવિંગને વધુ આરામદાયક બનાવે છે.
6/6
જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે વોલ્ક્સવેગન 3 વર્ષ કે 30 હજાર કિલોમીટર બાદ 75 ટકા સુનિશ્ચિત બાયબેકની ગેરંટી પણ આપી રહી છે. જેમાં ઉલ્લેખનીય છે કે, આ તમામ ઓફર શહેર, ડીલર, સ્ટોક અને પસંદ કરેલા વેરિઅન્ટ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. આથી ખરીદી કરતા પહેલાં નજીકના ડીલર પાસેથી લેટેસ્ટ માહિતી ચેક કરી લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ