ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના પડધરીમાં સામૂહિક આત્મહત્યા! એક મહિલા અને બે પુરુષોના મળ્યા મૃતદેહ

BIG NEWS / રાજકોટના પડધરીમાં સામૂહિક આત્મહત્યા! એક મહિલા અને બે પુરુષોના મળ્યા મૃતદેહ

Last Updated: 01:59 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં પડઘરી નજીક સરકારી જગ્યામાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારનાં ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સામૂહિક આપઘાતની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ADVERTISEMENT

રાજકોટનાં પડઘરી નજીકની સરકારી જગ્યામાંથે એક મહિલા તેમજ બે પુરૂષોનાં મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલો પણ મળી આવી છે. આ સમગ્ર મામલે પડઘરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ સ્થળ પરથી રીક્ષા અને બે બાઈક પણ મળી આવ્યા છે. ત્યારે આ ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી કે તેઓએ આત્મહત્યા કરી તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો બહાર આવી શકે છે.

પોલીસ દ્વારા તપાસ શરૂ

આ સમગ્ર મામલે પડઘરી પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે મોકલી તપાસનાં શરૂ કરી છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોન તેમજ સ્થળ પરથી મળી આવેલ રીક્ષા તેમજ બાઈકનાં નંબરનાં આધારે મૃતકની ઓળખ વિધિ હાથ ધરી છે. તેમજ મૃતકોનાં સગા-વ્હાલાઓ તેમજ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતકોનાં નામ

  • કાદરભાઈ અલીભાઈ મુકાસમ (ઉ.વર્ષ. 61) ધંધો ડ્રાઈવીંગ
  • આસિફભાઈ કાદરભાઈ મુકાસમ (ઉ.વર્ષ.35) ધંધોઃ મજૂરી
  • ફરીદાબેન કાદરભાઈ મુકાસમ (ઉ.વર્ષ. 58) ધંધોઃ ધરકામ

અમે મેટર અપડેટ કરી રહ્યા છીએ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ