બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav batting with fever in India vs Australia t20 match decider
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા સામે ટીમ ભારતે ટી-20 સીરીઝને 2-1થી જીતી પોતાના નામે કરી છે. રવિવારે હૈદરાબાદમાં રમાયેલ આ સીરીઝની શ્રેણી નક્કી થઇ જેમાં સૂર્યકુમારે ઉત્તમ ઇનિંગ રમી. સૂર્યાએ મેદાનમાં આવીને તૂફાન મચાવી દીધું અને ઑસ્ટ્રેલિયાનાં બોલર્સની હાલત ખરાબ કરી દીધી. પણ સૂર્યા માટે આ મેચ સરળ હતી નહીં કારણકે આ મેચના પહેલાંથી જ તે તાવ સામે ઝઝૂમી રહ્યા હતા.
From setting the stage on fire to a special pre-match tale! 🔥 😎
— BCCI (@BCCI) September 26, 2022
Men of the hour - @surya_14kumar & @akshar2026 - discuss it all after #TeamIndia's T20I series win against Australia in Hyderabad. 👍 👍- By @RajalArora
Full interview 🔽 #INDvAUS https://t.co/rfPgcGyO0H pic.twitter.com/rDWz9Zwh3h
ADVERTISEMENT
ઇન્જેક્શન લેઇ મેચમાં ઊતર્યા
બી.સી.સી.આઇએ મેચ બાદ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલનો ઇન્ટરવ્યૂહ પૉસ્ટ કર્યો જેમા વાતચીત દરમિયાન સૂર્યકુમારે જણાવ્યું કે મેચ પહેલા તેમની હાલત ખૂબ ખરાબ હતી પણ તે ઇન્જેક્શન લેઇ મેચમાં ઊતર્યા.
ADVERTISEMENT
ઇન્જેક્શન લગાવો અને મને ફીટ કરો...
અક્ષર પટેલે ઇન્ટરવ્યૂહ દરમિયાન સૂર્યકુમારને પૂછ્યું કે જ્યારે તે ઊઠ્યાં ત્યારે ફિઝીયો રૂમમાં બધાં લોકો તમારા વિષે વાતો કરતાં હતાં, તો શું થયું હતું?
સૂર્યકુમારે જણાવ્યું કે વાતાવરણ બદલાવા અને ટ્રાવેલીંગને લીધે તેમના પેટમાં દુ:ખાવો હતો અને તેના પછી તરત તાવ પણ ચઢ્યો.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ મેચ શ્રેણી ખૂબ અગત્યની હતી એટલે મેં ડોક્ટરને કહ્યું કે જો આ વર્લ્ડકપનું ફાઇનલ હોત તો હું બીમારી લઇને બેસી ન શકું, તેથી તમે મને કોઇ પણ દવા કે ઇન્જેક્શન આપો પણ મને ફીટ કરો. જ્યારે અમે મેદાનમાં આવ્યાં ત્યારે બધું નોર્મલ થઇ ગયું.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાને સૂર્યકુમારે થકાવી
ઑસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો ટારગેટ દીધેલ હતો, ભારતને કે.એલ રાહુલ અને રોહિત શર્માનાં રૂપમાં મોટા આગાત લાગ્યાં. પણ પાછળથી સૂર્યકુમાર અને વિરાટે મળીને ભારતની મેચને વિજય તરફ લઇ જવા માંડી. સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી જેમાં 5 ચોગ્ગાં અને 5 સિક્સર શામેલ હતાં.
સૂર્યકુમારે બનાવ્યાં હતાં 926 રન
ગયાં વર્ષથી ટી-20માં સૂર્યકુમાર યાદવ ભારત માટે ખૂબ લક્કી સાબિત થયાં છે. સૂર્યકુમારે અત્યાર સુધીમાં ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 31 મેચમાં 926 રન બનાવ્યાં છે અને 7 ફિફ્ટી અને એક સેંચુરી પણ બનાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.