બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / surya shani samsaptak yoga formed 2023 negatively effect on these 5 Rashi

Astrology / પિતા સૂર્ય અને પુત્ર શનિ આવ્યા સામસામે: 30 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો થઈ જાય સતર્ક

Bijal Vyas

Last Updated: 03:11 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અનુસાર, બંને ગ્રહો એકબીજાથી 180 ડિગ્રી પર હાજર છે. જેના કારણે શનિદેવ પોતાની પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય પર રાખી રહ્યા છે. સૂર્ય અને શનિની આ સ્થિતિથી સંસપ્તક યોગ બની રહ્યો છે.

  • સૂર્ય દર 30 દિવસે તેની રાશિ બદલે છે
  • સિંહ રાશિના જાતકો જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે
  • આ રાશિના લોકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા પ્રિયજનોની સલાહ લો

Surya Shani Samsaptak Yoga : જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર 30 દિવસે તેની રાશિ બદલે છે. આ સમયે, સૂર્ય ગ્રહ તેની પોતાની રાશિ સિંહ રાશિમાં હાજર છે, જ્યારે ક્રિયાના ફળ આપનાર શનિદેવ પણ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં હાજર છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, બંને ગ્રહો એકબીજાથી 180 ડિગ્રી પર હાજર છે. જેના કારણે શનિદેવ પોતાની પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય પર રાખી રહ્યા છે. સૂર્ય અને શનિની આ સ્થિતિથી સંસપ્તક યોગ બની રહ્યો છે. વચ્ચે દેવગુરુ ગુરુની પાંચમી દૃષ્ટિ સૂર્ય ગ્રહ પર છે, જે શનિની નકારાત્મક અસરોને ઓછી કરી રહી છે. જો કે સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે, તેમ છતાં તેઓ એકબીજા પ્રત્યે દુશ્મનાવટ ધરાવે છે. આવો જાણી સંસપ્તક યોગથી કઈ પાંચ રાશિઓને થશે નુકસાન...

વૃષભ રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને શનિની સ્થિતિથી બનેલો સંસપ્તક યોગ જે લોકોની રાશિ વૃષભ છે તેમના માટે અશુભ માનવામાં આવે છે. વૃષભ રાશિના લોકોને કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારા સાથીદારો તમારા વિશે ઉચ્ચ અધિકારીઓ સાથે નકારાત્મક વાત કરી શકે છે, જેના કારણે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. લવ લાઈફમાં કોઈ સમસ્યા થઈ શકે છે, ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

Topic | VTV Gujarati

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની સ્થિતિથી બનેલો સમસપ્તક યોગ અશુભ પરિણામ લાવી રહ્યો છે. શનિનું અશુભ પાસું સિંહ રાશિના લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. તમારા જીવન સાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, વેપારમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરજો, નુકશાન થવાની શક્યતાઓ બની રહી છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સમસપ્તક યોગ કોઈ મોટા ફેરફારો લાવવાનો નથી, પરંતુ આ સમયે સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારનો તણાવ લેવાનું ટાળો. ક્રોધથી દૂર રહો, વાદ-વિવાદની સ્થિતિમાં સ્વ નિયંત્રણ ખૂબ જ જરૂરી છે.

અમાસના દિવસે વર્ષો બાદ શનિ બનાવી રહ્યા છે આવો અદભૂત સંયોગ! જુઓ કઈ કઈ રાશિના  જાતકો પર પડશે અસર | shani dev vakri on shani amas 2023 do these shani  remedies

તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ તુલા છે તેમના લગ્ન જીવનમાં સમાસપ્તક યોગ ઘણી મુશ્કેલીઓ લાવી રહ્યો છે. આ સમયે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે સાવચેત રહો, સંબંધોમાં મતભેદ આવી શકે છે. જેઓ નોકરી કરી રહ્યા છે અને જેઓ બિઝનેસમેન છે તેમના માટે આ સમય મુશ્કેલી લાવી શકે છે.

મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જેમની રાશિ મકર રાશિ છે તેમના માટે સામ સપ્તક યોગ માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓ લાવી શકે છે. મકર રાશિના જાતકો માટે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળો. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખો, સ્વાસ્થ્ય બગડવાની શક્યતાઓ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા પ્રિયજનોની સલાહ લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ